Shocking Video: કપડાંના લીધે બાળકોને રેસ્ટોરન્ટમાંથી કાઢવામાં આવ્યા બહાર, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે, કહ્યું- આ છે મારા દેશનું સત્ય

આ વીડિયો (Heartbreaking Video) ટ્વિટર પર @Hatindersinghr3 નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, "મને જગ્યા વિશે ખબર નથી, પરંતુ જો આ બાળકોએ કોઈ વસ્તુ માટે પૈસા ચૂકવ્યા હોય, તો તેમને અંદર બેસવા દેવા જોઈએ."

Shocking Video: કપડાંના લીધે બાળકોને રેસ્ટોરન્ટમાંથી કાઢવામાં આવ્યા બહાર, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે, કહ્યું- આ છે મારા દેશનું સત્ય
Waiter-asks-kids-sitting-at-a-restaurant-to-leave-because-of-clothes-in-Viral-Video-Twitter-is-furious
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 4:15 PM

એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં (Restaurant) બેઠેલા 3 બાળકોને વેઈટરે (Waiter) માત્ર એટલા માટે બહાર કાઢી મુક્યાં કારણ કે બાળકોના કપડાં હાઈ-ફાઈ લાગી રહ્યા ન હતા. કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો, જેના કારણે હવે હંગામો મચી ગયો છે. જે ક્લિપ વાયરલ થઈ છે તે તમારું દિલ (Heartbreaking Video) તોડી નાખશે, કારણ કે રેસ્ટોરન્ટમાંથી બળજબરીથી બહાર કાઢવામાં આવતા બાળકોના ચહેરા પર નિરાશા અને મુશ્કેલી જોઈ શકાય છે. હવે આ વીડિયો જોયા પછી દરેક વ્યક્તિ એક જ સવાલ પૂછી રહી છે કે બાળકો ભલે ગમે તેવા કપડા પહેરે, પરંતુ જો તેમણે ખાવાના પૈસા ચૂકવ્યા હોય તો તેમને અંદર બેસવાનો હક છે. મોટાભાગના યુઝર્સે ફૂડ ચેઇન રેસ્ટોરન્ટના આ વર્તન વિશે સારું ખોટું કહી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટનો વેઈટર 3 બાળકો પાસે આવી તેમને ઠપકો આપતો જોઈ શકાય છે. આ બાળકો ફૂડ જોઈન્ટની અંદર એક ટેબલ પર બેઠા હતા. જ્યાંથી તેમને ભગાડવાની કોશિશ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે બાળકોના ચહેરા પર એકાએક ઉદાસી છવાઈ જાય છે. વીડિયો જોઈને એવું લાગે છે કે બાળકો વિચારી રહ્યા છે કે પૈસા આપ્યા પછી પણ તેમની સાથે આવું વર્તન કેમ કરવામાં આવે છે. પરંતુ આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. પરંતુ વીડિયોમાં દેખાતી રેસ્ટોરન્ટ અમેરિકન પિઝા ચેઈન Sbarroની છે, જેના ભારતમાં ઘણાં સ્ટોર્સ છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

અહીં વીડિયો જુઓ

આ વીડિયો ટ્વિટર પર @Hatindersinghr3 નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, મને આ જગ્યા વિશે ખબર નથી, પરંતુ જો આ બાળકોએ કોઈ વસ્તુ માટે પૈસા ચૂકવ્યા હોય તો તેમને અંદર બેસવા દેવા જોઈએ. યૂઝર હતિંદર સિંહે આગળ લખ્યું છે કે, જે રીતે વેઈટર બાળકોને ધક્કો મારી બહાર કાઢી રહ્યો છે અને બાળકો એકબીજાના ચહેરા તરફ જોઈ રહ્યા છે, તે ખરેખર દિલ તોડી દેનારું છે. એ ખોટું છે કે આપણે કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ જોઈને નક્કી કરીએ છીએ કે વ્યક્તિને કેટલું સન્માન આપવું જોઈએ. માત્ર 14 સેકન્ડની આ ક્લિપ જોઈને સોશિયલ મીડિયા પર લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ વિશે લોકો સતત પોત-પોતાના પ્રતિક્રિયા આપી રહ્યા છે.

‘પૈસા બોલે છે’

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">