પ્રખ્યાત સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક K. V. Anand નું 54 વર્ષની વયે થયું અવસાન

તમિલ નિર્દેશક અને સિનેમેટોગ્રાફર કે.વી. આનંદનું શુક્રવાર, 30 એપ્રિલના રોજ અવસાન થયું છે. કે.વી. આનંદે ફોટો જર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

  • tv9 webdesk40
  • Published On - 14:36 PM, 30 Apr 2021
પ્રખ્યાત સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક K. V. Anand નું 54 વર્ષની વયે થયું અવસાન
K. V. Anand

તમિલ નિર્દેશક અને સિનેમેટોગ્રાફર કે.વી. આનંદનું શુક્રવાર, 30 એપ્રિલના રોજ અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈમાં હાર્ટ એટેકથી તેમનું મોત થયું છે. તે 54 વર્ષના હતા. આ દુઃખદ સમાચાર સામે આવ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

30 ઓક્ટોબર 1966 ના રોજ તેમનો જન્મ ચેન્નાઈના પાર્ક ટાઉનમાં થયો હતો. તેમણે ચેન્નાઈથી અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ કામ શરૂ કર્યું.

કે.વી.આનંદે તેમની કારકિર્દીની શરૂઆત ફોટો જર્નાલિસ્ટ તરીકે કરી હતી. ત્યારબાદ તેમણે પ્રખ્યાત સિનેમેટોગ્રાફર પી.સી. શ્રીરામ સાથે ગોપુરા વસાલિલે, મીરા, દેવર મગન, અમરાન અને થિરુદા થિરુદા જેવી ફિલ્મોમાં સહાયક તરીકે કામ કર્યું હતું. શ્રીરામે 1994 માં મલયાલમ ફિલ્મ Thenmavin Kombath માટે કે.વી.આનંદના નામની ભલામણ કરી હતી, જેના માટે આનંદે રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો હતો.

એક દાયકા સુધી સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યા પછી તેમણે વર્ષ 2005 માં ડાયરેક્શન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. 2008 માં, તેમણે અયાન બનાવી જે એક એક્શન મનોરંજન ફિલ્મ છે અને તે એક બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તેમાં સૂર્યા અને તમન્ના મુખ્ય ભૂમિકામાં છે. તેમણે મત્રરાણ, અનેગન, કવન અને કપ્પન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કે.વી. આનંદના અવસાન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ છે. બધા સોશ્યલ મીડિયા દ્વારા પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. તેના ચાહકો પણ ખૂબ દુખી છે.

 

કે.વી. આનંદે 1994 માં દિગ્દર્શક પ્રિયદર્શનની ફિલ્મ તત્માવિં કોમ્બથમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. કે.વી. આનંદની આ પહેલી ફિલ્મ હતી, જેમાં તેમણે સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. કે.વી. આનંદે આ ફિલ્મમાં તેમના કામ માટે બેસ્ટ સિનેમેટોગ્રાફરનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ પણ જીત્યો છે.

Indian Society of Cinematographers ના સ્થાપક સભ્યોમાંના એક હતા.

તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે પણ કામ કર્યું હતું. તેમણે હિન્દી ફિલ્મ ડોલી સાજા કે રખના, જોશ, નાયક-ધ રિયલ હિરો, ધ લીજેન્ડ ઓફ ભગતસિંહ અને ખાકીમાં કામ કર્યું હતું.

 

આ પણ વાંચો :- ‘છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દિખાના રે … નો તે માસૂમ બાળક થઈ ગયો છે એટલો મોટો, જુઓ ન જોયેલા ફોટા

આ પણ વાંચો :- Priyanka Chopra એ કરી મદદની અપીલ, કહ્યું – ‘ કોરોનાથી મારા દેશમાં લોકો મરી રહ્યા છે, તમારી જરૂરત છે’