કોરોના સંક્રમિત થયા પછી Randhir Kapoor એ આપી હેલ્થ અપડેટ, 5 સ્ટાફ પણ પોઝિટિવ, બધા હોસ્પિટલમાં દાખલ

ગુરુવારે સમાચાર આવ્યા કે કરીના કપૂરના પિતા અને અભિનેતા રણધીર કપૂર કોરોના સંક્રમિત થઈ ગયા છે. હવે તેઓએ આ વાતની પુષ્ટિ કરી છે

  • tv9 webdesk40
  • Published On - 16:50 PM, 30 Apr 2021
કોરોના સંક્રમિત થયા પછી Randhir Kapoor એ આપી હેલ્થ અપડેટ, 5 સ્ટાફ પણ પોઝિટિવ, બધા હોસ્પિટલમાં દાખલ
Randhir Kapoor

કોરોના વાયરસથી દેશમાં હોબાળો મચી ગયો છે. હાલના સમયમાં, ઘણા બોલિવૂડ સ્ટાર્સ કોવિડનો શિકાર બન્યા છે. ગુરુવારે સમાચાર આવ્યા કે કરીના કપૂરના પિતા અને અભિનેતા રણધીર કપૂર કોરોના સંક્રમિત થઈ ગયા છે. હવે તેઓએ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તેમના પાંચ કર્મચારી સભ્યોને પણ કોરોના થયો છે.

મુંબાઈની હોસ્પિટલમાં દાખલ

74 વર્ષના રણધીર કપૂરે કોવિડ વેક્સીનના બંને ડોઝ લીધા હતા, તેમ છતાં તે વાયરસનાં સંક્રમણ હેઠળ આવ્ય હતા. એક ઈન્ટર્વ્યુમાં વાત કરતા રણધીર કપૂરે કહ્યું, ‘મને કાંઈ ખબર નથી કે મને કેવી રીતે કોવિડ લાગ્યો. હું આશ્ચર્યચકીત છું. તમને જણાવી દઉ કે મારા પાંચ કર્મચારી સભ્યોને પણ કોરોના થઈ ગયો છે. તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તે પણ મારી સાથે કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ છે. ‘

આશંકા થતા કરાવયો ટેસ્ટ

રણધીર આગળ કહે છે કે ‘મને થોડીક કંપારી થઈ રહી હતી, તેથી મેં વિચાર્યું કે ટેસ્ટ કરાવી લેવું સારુ છે. જો કે મને કોઈ મોટી સમસ્યા નથી. મને શ્વાસ લેવામાં તકલીફ નથી તેથી મને આઈસીયુ અથવા ઓક્સિજન સપોર્ટની જરૂર નથી. મને હળવો તાવ હતો અને તે હવે ચાલ્યો ગયો છે. ‘
રિપોર્ટ અનુસાર, રણધીરની પત્ની બબીતા, બંને પુત્રીઓ કરીના કપૂર અને કરિશ્મા કપૂરે પણ કોરોના ટેસ્ટ કરાવયો છે. તેમના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને તે ઠીક છે.

બબીતાના જન્મદિવસ પર થયા હતા સ્પોટ

રણધીર કપૂરને તાજેતરમાં પત્ની બબીતાના જન્મદિવસની ઉજવણી દરમિયાન જોવા મળ્યા હતા. તેઓ કરીના કપૂરના ઘરની બહાર દેખાયા હતા.

રણધીર કપૂરે તેમની કારકિર્દીમાં ‘કલ આજ કલ’, ‘જીત’, ‘જવાની દિવાની’, ‘લફંગે’, ‘રામપુર કા લક્ષ્મણ’ અને ‘હાથ કી સફાઇ’ સહિતની અન્ય ફિલ્મો કરી છે. તેમણે અભિનેત્રી બબીતા ​​સાથે લગ્ન કરી લીધાં પરંતુ થોડા વર્ષો પછી તેઓ અલગ રહેવા લાગ્યા હતા, જો કે તેમણે છૂટાછેડા લીધા ન હતા. કપૂર પરિવારના કોઈ ખાસ ફંક્શન દરમિયાન બબીતા ​​અને રણધીર સાથે પહોંચે છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Randhir Kapoor (@dabookapoor)

 

થોડાક સમયમાં ત્રણ ભાઈ-બહેન ગુમાવ્યા

નોંધપાત્ર વાત એ છે કે, દિવંગત અભિનેતા રાજ કપૂરના પાંચ બાળકોમાંથી ત્રણનું નિધન છેલ્લા દોઢ વર્ષમાં થયું છે. રણધીરનો ભાઈ ઋષિ કપૂરનું કેન્સર સાથે બે વર્ષ લડ્યા બાદ 30 એપ્રિલ 2020 માં મૃત્યુ પામ્યા. ત્યાજ 9 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ હાર્ટ એટેકથી નાના ભાઈ રાજીવે પણ દુનિયાને વિદાય આપી હતી. આ સિવાય બહેન ઋતુ નંદાનું અવસાન 14 જાન્યુઆરી 2020 ના રોજ થયું.