તમે એ કહેવત તો સાંભળી જ હશે કે જ્યારે કોઈના જીવની વાત આવે ત્યારે ઉંદર પણ સિંહ બની જાય છે અને તે પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરે છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ જોવા મળ્યું, જ્યાં એક સસલુ (Rabbit) જે રીતે જીવ બચાવવા માટે દોડે છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સુંદર નાનું સસલું ટ્રેનની સામે રેલ્વે ટ્રેક (Railway Track) પર દોડતું જોઈ શકાય છે. પ્રિય પ્રાણીને આ રીતે પોતાના જીવ માટે લડતા જોઈને ટ્રેનના ડ્રાઈવરે પણ ગાડી ધીમી કરી. સાથે ડ્રાઈવર હોર્ન દ્વારા પણ સસલાને ચેતવણી આપતા જોવા મળે છે અને આખરે સસલુ પોતાનો જીવ બચાવવામાં સફળ થાય છે.
જુઓ વીડિયો
આ ચોંકાવનારો વીડિયો ફેસબુક પર Viral hog નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો યુઝર્સ પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે (User) લખ્યું ‘આ બિલકુલ ખોટું છે, ટ્રેન ડ્રાઈવરે સસલાની આ સ્થિતિની મજાક ન કરવી જોઈએ.’જ્યારે અન્ય એક યુઝરે ટ્રેનના ડ્રાઈવરની પ્રશંસા કરી કહ્યું કે જો તે ઈચ્છતો તો સસલાને સરળતાથી કચડીને આગળ વધી શકતો હતો, પરંતુ તેણે આ પસંદ કર્યું ન હતું, પરંતુ તેના બહાર જવાની રાહ જોઈ હતી.
આ પણ વાંચો: ભારે કરી ! આ વાંદરાઓએ સ્માર્ટ ફોન માટે કરી પડાપડી, Video જોઈને યુઝર્સે કહ્યું “આપણા પૂર્વજો”