આ કાર્યને કારણે R. Madhavan એ તેમની પત્નીની કરી પ્રશંસા, કહ્યું – ‘જ્યારે પત્ની તમને નાનો મહેસૂસ કરાવે’

માધવને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માધવનની પત્ની ગરીબ બાળકોને ભણાવી રહી છે. માધવનની પત્ની ઘરે છે અને તે વીડિયો દ્વારા બાળકોને ભણાવી રહી છે.

  • tv9 webdesk40
  • Published On - 10:15 AM, 1 May 2021
આ કાર્યને કારણે R. Madhavan એ તેમની પત્નીની કરી પ્રશંસા, કહ્યું - 'જ્યારે પત્ની તમને નાનો મહેસૂસ કરાવે'
R. Madhavan

બોલિવૂડ એક્ટર આર માધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. માધવન તેમના ચાહકો સાથે પણ આવી જ રીતે  સંપર્કમાં રહે છે. હાલમાં જ માધવને સોશિયલ મીડિયા દ્વારા તેમની પત્નીની પ્રશંસા કરી છે. પત્નીની પ્રશંસા કરતી વખતે માધવને એમ પણ કહ્યું કે તેમની પત્ની તેમને નાનો મહેસુસ કરાવી રહી છે.

માધવને તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માધવનની પત્ની ગરીબ બાળકોને ભણાવી રહી છે. માધવનની પત્ની ઘરે છે અને તે વીડિયો દ્વારા બાળકોને ભણાવી રહી છે. આ વીડિયોને શેર કરતાં માધવને લખ્યું, “જ્યારે તમારી પત્ની તમને નાનો મહેસુસ કરાવે.”

 

 

 

View this post on Instagram

 

A post shared by R. Madhavan (@actormaddy)

 

આના સિવાય આ વીડિયોમાં માધવન એમ પણ કહે છે કે ‘જ્યારે તમારી પત્ની દેશના ગરીબ બાળકોને ભણાવે છે અને તમે સંપૂર્ણ રીતે અક્ષમ અને બેકાર મહેસુસ કરો છે’. આ વીડિયોને માધવનના ચાહકોને પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ, દરેક માધવનની પત્નીની પ્રશંસા પણ કરી રહ્યા છે. આમ તો, આર માધવનની પત્ની લાઈમ લાઈટથી દૂર રહે છે. તેઓ ફક્ત કોઈપણ પાર્ટી અથવા ફંક્શન વખતે જ દેખાય છે.

તે જ સમયે, વાત કરવામાં આવે માધવનની તો તાજેતરમાં તેની આગામી ફિલ્મ રોકેટ્રી : ધ નામ્બી ઇફેક્ટનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. આ ફિલ્મ ‘રોકેટ્રી : ધ નામ્બી ઇફેક્ટ’ એક બાયોપિક છે, જે એક વૈજ્ઞાનિક પર આધારિત છે. આ ફિલ્મમાં માધવન વૈજ્ઞાનિક નમ્બી નારાયણની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે માધવન તેમાં એક અભિનેતાની જેમ જ અભિનય કરી રહ્યા નથી. પણ, તેમણે આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. આવી સ્થિતિમાં માધવન માટે પણ આ ફિલ્મ ખૂબ જ ખાસ બની રહે છે.

માધવનની આ મોસ્ટ અવેઇટેડ ફિલ્મના ટ્રેલરમાં માધવનનો જબરદસ્ત અભિનય જોવા મળ્યો હતો. લગભગ પોણા ત્રણ મિનિટના આ ટ્રેલરમાં માધવન નમ્બીની ભૂમિકામાં ખૂબ સારા લાગી રહ્યા છે. શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં એક વિશેષ ભૂમિકામાં જોવા મળશે, જેના કારણે શાહરુખના ચાહકો પણ ખૂબ ઉત્સાહિત છે. અપેક્ષા છે કે તે માધવનની ફિલ્મ કારકીર્દિમાં એક મહત્વપૂર્ણ ફિલ્મ સાબિત થશે.