Video: મિત્રના લગ્નમાં જેલથી નાચવા આવ્યો કેદી ! વીડિયો વાયરલ થતા પોલીસે આપવી પડી પ્રતિક્રિયા

આ સાંભળીને નવાઈ લાગશે પણ સામે આવેલા વીડિયોમાં જોઈ શકો છો કે એક કેદી જેલમાંથી તેના મિત્રના લગ્નમાં નાચવા માટે આવ્યો છે. તેને હાથમાં સાંકડ પણ બાંધી છે અને તે સાંકડ એક સાઈડથી પોલીસ લઈને ઉભી રહી છે. અહીં કેટલાક લોકો એક તરફ ડાન્સ કરી રહ્યા છે અને બીજી તરફ પોલીસ તે ચેતતજી નજર રાખી રહી છે.

Video: મિત્રના લગ્નમાં જેલથી નાચવા આવ્યો કેદી ! વીડિયો વાયરલ થતા પોલીસે આપવી પડી પ્રતિક્રિયા
viral video
| Updated on: Nov 18, 2025 | 3:31 PM

સોશિયલ મીડિયામાં રોજ અવનવા વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયોમાં સામે આવ્યો છે. જેમાં મિત્રના લગ્નમાં એક કેદી જેલમાંથી નાચવા આવ્યો છે. આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.

મિત્રના લગ્નમાં જેલથી નાચવા આવ્યો કેદી !

જી હા આ સાંભળીને નવાઈ લાગશે પણ સામે આવેલા વીડિયોમાં જોઈ શકો છો કે એક કેદી જેલમાંથી તેના મિત્રના લગ્નમાં નાચવા માટે આવ્યો છે. તેને હાથમાં સાંકડ પણ બાંધી છે અને તે સાંકળ એક સાઈડથી પોલીસ લઈને ઉભી રહી છે. અહીં કેટલાક લોકો એક તરફ ડાન્સ કરી રહ્યા છે અને બીજી તરફ પોલીસ તે ચેતતજી નજર રાખી રહી છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પંજાબનો વીડિયો છે અને વીડિયોમાં દેખાતી પોલી પણ પંજાબની છે.

વીડિયો થયો વાયરલ

આ વીડિયો સોશિયલ મીડિયામાં એટલો બધો વાયરલ થયો કે હવે પંજાબ પોલીસે સામે આવી સ્પષ્ટતા કરવી પડી છે. આ અંગે પંજાબ પોલીસે પોસ્ટ કરીને જણાવ્યું છે કે મીડિયામાં ફરતા વીડિયોમાં ખોટી રીતે પંજાબ પોલીસનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટમાં જણાવ્યું છે કે તે પંજાબમાં રેકોર્ડ કરવામાં આવ્યો નથી. વાયરલ વીડિયોમાં દેખાતી યુનિફોર્મ સ્ટાઇલનો ઉપયોગ પંજાબ પોલીસ દ્વારા કરવામાં આવતો નથી.

પોલીસે સામે આવીને જણાવવી પડી હકીકત

અહીં પોસ્ટમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે આ નકલી અને હકીકતમાં ખોટા સમાચાર છે. આ વીડિયો હાલ ક્યાંથી આવ્યો તે અંગે અમે કોઈ પુષ્ટિ કરતા નથી આ માત્ર એક વાયરલ વીડિયો છે જેમાં પંજાબ પોલીસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે પંજાબ પોલીસે આ માહિતી ખોટી ગણાવીને તે વીડિયોને નકારી કાઢ્યો છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

 

Published On - 2:23 pm, Tue, 18 November 25