ડોકટરે ઈચ્છા વ્યક્ત કરી- PM મને બર્થ ડે વિશ કરે, અને પછી પ્રધાનમંત્રી મોદીનો આવ્યો આવો જવાબ

ડોકટરે ઈચ્છા વ્યક્ત કરી- PM મને બર્થ ડે વિશ કરે, અને પછી પ્રધાનમંત્રી મોદીનો આવ્યો આવો જવાબ
PM Modi

તાજેતરમાં એક યુઝરે સોશિયલ મીડિયા પર ઈચ્છા વ્યક્ત કરી કે પ્રધાનમંત્રી મોદી તેને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવે. તેની ઈચ્છા પૂર્ણ કરતા જાણો શું લખ્યું PM એ.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 07, 2021 | 12:54 PM

પ્રધાનમંત્રી મોદી (Narendra Modi)ની એક ટ્વીટ (Twitter) આજકાલ ખુબ વાયરલ થઇ રહી છે. PM મોદી સોશિયલ મીડિયા થકી અનેક વાર જનતા અને તેમના પ્રસંશકો સાથે જોડાયેલા રહે છે. તેઓ ઘણીવાર તેમના પ્રસંશકોને જવાબ પણ આપતા હોય છે. તાજેતારમાં જ એક યુઝર સાથે પણ આવી જ કોઈ ઘટના બની છે.

ખરેખર વાત એમ છે કે એક @dextrocardiac1 નામના યુઝરને અજીત દત્ત નામના વ્યક્તિએ જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી. અજીત દત્તને પ્રધાનમંત્રી મોદી ફોલોવ પણ કરે છે. આ કારણે @dextrocardiac1 એ અજીતને જવાબ આપ્યો કે ‘આભાર અજીત, પ્લીઝ PM ને પણ અપીલ કરો કે તેઓ ડેક્સ્ટ્રો દિવસ પર મને શુભકામનાઓ પાઠવે.

https://twitter.com/Dextrocardiac1/status/1412330855603736592

પ્રાપ્ત માહિતી અનુસાર dextrocardiac1 યુઝર એ વ્યવસાયે ડોક્ટર છે. અને તેણે મજાકમાં પ્રધાનમંત્રી તેને ડેક્સ્ટ્રો દિવસની શુભેચ્છાઓ પાઠવે તેવી ઈચ્છા જાહેર કરી હતી. પરંતુ ત્યાર બાદ જે થયું તે જોવા જેવું હતું.

આ બાદ પીએમએ ટ્વીટ કર્યું, ‘હેપ્પી બર્થ ડે. અથવા જેમ તમે કહી રહ્યા છો – ડેક્સ્ટ્રોદિવસ’. આ જોઇને યુઝરની ખુશી ખુબ વધી ગઈ અને તે જાહેર પ્લેટફોર્મ પર જોવા મળી. યુઝરે પણ જવાબ આપતા ટ્વિટ કર્યું – સાહેબ ખૂબ ખૂબ આભાર. બીજી ટ્વિટમાં વડા પ્રધાનના આ ટ્વીટનો જવાબ આપતાં યુઝરે કહ્યું- ‘મિત્રો, હું સૌથી વધુ ભાગ્યશાળી જીવંત વ્યક્તિ છું.’

PM નું ટ્વીટ થઇ રહ્યું છે વાયરલ

આ ટ્વીટ થોડા જ સમયમાં ખુબ વાયરલ થયું હતું. હજારોની સંખ્યામાં લોકો ટ્વીટને રિટ્વીટ કરી રહ્યા છે. એટલું જ નહીં તેના સ્ક્રીનશોટ્સ લઇ લઇને સૌ નેટ પર વાયરલ કરી રહ્યા છે.

અજિત દત્તે વડા પ્રધાનના ટ્વીટ પર પણ જવાબ આપ્યો. તેમણે લખ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર. હું ખૂબ સન્માનિત અને ખુશ છું.’ આ પછી વડા પ્રધાનનું ટ્વીટ વાયરલ થયું હતું. આમાં ઘણા લોકોએ અપીલ કરી હતી કે ‘પીએમ મોદીએ મારા પણ જન્મદિવસ પર મને શુભેચ્છાઓ આપવી જોઈએ’.

આ પણ વાંચો: Modi Cabinet Reshuffle: સાંજે મોદી સરકાર મંત્રીમંડળ વિસ્તરણનાં ખુલશે પત્તા, યુવા નેતાઓનો દબદબો રહેશે

આ પણ વાંચો: World Chocolate Day 2021: શું ડાર્ક ચોકલેટ ખરેખર COVID-19 ના સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati