અરે આ શું…કચરાના ઢગલામાંથી નીકળ્યા શૂઝ ?, કિંમત જાણીને તમે પણ થઈ જશો હેરાન

અરે આ શું...કચરાના ઢગલામાંથી નીકળ્યા શૂઝ ?, કિંમત જાણીને તમે પણ થઈ જશો હેરાન
premium fashion brand balenciaga

Paris Sneaker : લક્ઝરી ફેશન બ્રાન્ડ Balenciagaએ હદ કરી દીધી છે. શૂઝનું તેમનું નવું કલેક્શન લોન્ચ કર્યું છે. તેને જોતા એવું લાગે છે કે આપણે વરસાદમાં ભીના થયા પછી કચરાવાળાને આપીએ છીએ તેવા શૂઝ બનાવ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

May 12, 2022 | 11:37 AM

ફેશનના નામે દરરોજ આપણને એકથી વધુ વસ્તુઓ જોવા મળે છે. ક્યારેક કંઈક એવું પણ જોવા મળે છે. જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે કોઈ તેને પહેરતું હશે. આવું જ કંઈક થયું જ્યારે લક્ઝરી ફેશન બ્રાન્ડ Balenciagaના જૂતાના નવા કલેક્શને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે.

બાલેન્સિયાગાના આ નવા કલેક્શનને ‘Paris Sneaker’ નામ આપવામાં આવ્યું છે. આ સ્પેનિશ ફેશન બ્રાન્ડ તેના ટોપ કલેક્શન માટે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક સ્વેટર તો ક્યારેક બેલ્ટના નામે બેલેન્સિયાગાએ અજીબ વાતો રજૂ કરીને ચર્ચામાં રહ્યા છે. આ વખતે તેનું કલેક્શન જે ચર્ચામાં છે તે Balenciaga શૂઝ છે, જે શૂઝ ઓછા અને કચરો વધારે લાગે છે.

બાલેન્સિયાગાના ‘પેરિસ સ્નીકર’ કલેક્શનના શૂઝની કિંમત ક્યાંય પણ ઓછી નથી. આ વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે અને સૌથી ઓછી કિંમતના શૂઝ પણ $495 (ભારતીય ચલણમાં રૂપિયા 38,208) અને $625 છે. જે ભારતીય ચલણમાં રૂપિયા 48,243 છે. જો કોઈને વધારાની ફેશન એટલે કે એકદમ ફાટેલા જૂતા જોઈતા હોય તો તેણે £1,290 એટલે કે લગભગ 1 લાખ 43 હજાર રૂપિયા ખર્ચવા પડશે. આ જૂતાના કેનવાસથી લઈને તેના રબર રીપ્સ સુધી ફાટેલા છે. જૂતાના આગળના છેડે બાલેન્સિયાગા લોગો લાગેલો છે. ફેશન બ્રાન્ડનું કહેવું છે કે, તેઓએ આ કલેક્શન સાથે ક્લાસિક ડિઝાઇન અને રિટૂલ કર્યું છે. તેઓ ટાઈમલેસ કેઝ્યુઅલ રજૂ કરવા માંગે છે. તેને ડિસ્ટ્રેસ્ડ કેનવાસ, ખરબચડી ધાર અને પહેલા પહેરવામાં આવતા દેખાવ સાથે રજૂ કરવામાં આવ્યું છે.

અહીંયા જૂઓ વિચિત્ર શૂઝ

કંપનીએ આ શૂઝ કેમ બનાવ્યા?

બાલેન્સિયાગાએ શૂઝ બનાવવા પાછળનો હેતુ જણાવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ શૂઝની ક્લાસિક ડિઝાઇન છે, જે મધ્યયુગીન એથ્લેટિકિઝમને પ્રતિબિંબિત કરે છે. આ શૂઝ કાળા, સફેદ અને લાલ રંગમાં ઉપલબ્ધ છે. તેમના એકમાત્ર અને આગળના ભાગ પર સફેદ રબર હોય છે. આ શૂઝને જોઈને એવું પણ લાગે છે કે આ શૂઝ પહેલા કોઈએ પહેર્યા છે.

શૂઝનું આ વિચિત્ર કલેક્શન હાલમાં અમેરિકા અને મધ્ય પૂર્વના દેશોમાં આવી ગયું છે. આ શૂઝ જાપાન અને યુરોપિયન માર્કેટમાં પણ મળી રહ્યા છે. ઈન્ટરનેટ પર લોકોએ તેના મીમ્સ બનાવવામાં મોડું ન કર્યું અને આ બ્રાન્ડનો ઉગ્ર આનંદ લીધો. આ પહેલા પણ બાલેન્સિયાગાએ આવું સ્વેટર લાખોમાં વેચ્યું હતું, જે જુનું અને ફાટેલું લાગતું હતું. આટલું જ નહીં, તૂટેલા iPhone પર પેરિસ ફેશન વીક માટે બાલેન્સિયાગાનું આમંત્રણ પણ લોકોને લખવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર આ બ્રાન્ડ શૂઝના કારણે ચર્ચામાં છે.

ઇન્ટરનેટ પર શૂઝની ઉડી મજાક

આ શૂઝ ઓનલાઈન વેચાણ માટે બહાર પડતાં જ સોશિયલ મીડિયા પર ઈન્ટરનેટ યુઝર્સનું મગજ ચકરાવે ચડી ગયું છે. ઘણા યુઝર્સે કહ્યું કે, બાલેન્સિયાગાએ આ નવા શૂઝ રીલિઝ કરીને લોકોને ટ્રોલ કર્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati