#PMNarendraModi: વડાપ્રધાન મોદીના રાષ્ટ્રને સંબોધન પહેલા, સોશિયલ મીડિયામાં લોકોએ કેટલાક મેમ્સ શેર કર્યા

#PMNarendraModi: દેશમાં કોરોનાની બીજી લહેરમાં કેસના ઘટાડા સાથે દેશના ઘણા ભાગોમાં અનલૉક (Unlock) કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. લોકો સોશ્યલ મીડિયા પર આ અંગે ઘણી અટકળો કરી રહ્યા છે.

#PMNarendraModi: વડાપ્રધાન મોદીના રાષ્ટ્રને સંબોધન પહેલા, સોશિયલ મીડિયામાં લોકોએ કેટલાક મેમ્સ શેર કર્યા
Memes
Follow Us:
| Updated on: Jun 07, 2021 | 7:01 PM

દેશમાં કોરોનાની બીજી લહેરમાં કેસના ઘટાડા સાથે દેશના ઘણા ભાગોમાં અનલૉક (Unlock) કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. લોકો સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી અટકળો કરી રહ્યા છે. આ સાથે લોકો #PMNarendraModi, #PMModi સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકોએ આ હેશટેગ સાથે અનેક મેમ્સ શેર કર્યા છે. જેમાં લોકોએ પોતાની ભાવનાઓને પ્રદર્શિત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમઓએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. પરંતુ, આ ટ્વીટમાં મોદી શેના વિશે વાત કરવાના છે તેનો કોઇ ફોડ પાડવામાં આવ્યો ન હતો. નોંધપાત્ર વાત એ છે કે, આજથી જ કોરોનાની બીજા લહેરમાં કેસોના ઘટાડા સાથે દેશના ઘણા ભાગોમાં અનલૉક (Unlock) કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેથી સોમવારે એટલે કે 7 જૂનનાં રોજ પીએમ મોદીનું સંબોધન ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું હતું.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

જોકે, પીએમ મોદીના સંબોધન પહેલા લોકોમાં આ અંગે ઘણી ચર્ચાઓએ જોર પકડયું હતું. કારણકે મોદી પોતાના સંબોધનમાં કંઇ બાબતે વાત કરશે તેને લઇને લોકોએ અનેક અટકળો લગાવી હતી. અને, આ અટકળો અને વિષયો બાબતે સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ મેમ્સ શેર કર્યા હતા. આ મેમ્સ ભારે ટેન્ડ પણ થયા છે.

લોકોએ મોદીના સંબોધન પહેલા #PMNarendraModi, #PMModi # સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યાં છે. લોકો આ હેશટેગ સાથે અનેક મેમ્સ શેર કરી રહ્યાં છે.

https://twitter.com/yuvrajuv444/status/1401854066351775745

તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે કોરોના રોગચાળો આવ્યો ત્યારથી વડાપ્રધાન મોદી 8 વખત દેશને સંબોધન કરી ચૂક્યા છે. આ વખતે વડાપ્રધાને 9મી વખત કોરોનાકાળમાં દેશના લોકોને સંબોધિત કર્યા હતા. જેથી પીએમ મોદી કયા મુદ્દાઓ પર ધ્યાન આપશે, તે અંગે અગાઉથી કોઇ સત્તાવાર રીતે માહિતી અપાઇ ન હતી, પરંતુ લોકોમાં આ અંગે ઘણું કુતુહલ છવાયું હતું. જેથી લોકોએ પોતાની લાગણી, ભાવનાઓને વ્યક્ત કરવા આ મેમ્સ શેર કર્યા છે. જે સોશિયલ મીડિયામાં ભારે ટેન્ડ પણ થઇ રહ્યાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">