Video : પાયલોટે ટનલની અંદર પ્લેન ઉડાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ , વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

તાજેતરમાં, સ્ટંટ પાયલોટ Dario Costaએ તુર્કીના ઈસ્તમબુંલમાં બે ટનલની અંદર પ્લેન ઉડાવીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Video : પાયલોટે ટનલની અંદર પ્લેન ઉડાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ , વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો
Pilot flies through two road tunnels
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 1:20 PM

Viral Video: સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા (Viral) રહે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને ઘણુ આશ્વર્ય પણ થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જે જોઈને તમે પણ દંગ રહી જશો. જે રીતે સ્ટંટ પાયલોટ (Stunt pilot)ડારિયો કોસ્ટાએ ટનલમાં વિમાન ઉડાવે છે તે ખરેખર આશ્ચર્યજનક છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

બે ટનલ વચ્ચે વિમાન ઉડાવનાર આ પાયલટનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,તમને જણાવી દઈએ કે આ વીડિયો એનર્જી ડ્રિંક કંપની રેડ બુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેર કર્યો છે અને સાથે કેપ્શનમાં લખ્યું કે, “ડારિયો કોસ્ટા ટનલમાં પ્લેન ઉડાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા .” વાયરલ થઈ રહેલા આ વિડિઓમાં જોઈ શકાય છે કે,પાયલોટ કોંક્રિટની બનેલી કેટાલ્કા ટનલમાં (Catalka Tunnel)વિમાન ઉડાવતો જોવા મળી રહ્યો છે, આ ટનલ તુર્કીના (Turki) ઇસ્તંબુલમાં આવેલી છે.

જુઓ વીડિયો 

View this post on Instagram

A post shared by Red Bull (@redbull)

ટનલમાં પ્લેન ઉડાવનાર તે પ્રથમ વ્યક્તિ બન્યા

પાયલોટ ડારિયો કોસ્ટાએ પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે, “બધું ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું હતું, પરંતુ જ્યારે હું પ્રથમ ટનલમાંથી બહાર નીકળ્યો, ત્યારે વિમાન ક્રોસ વિન્ડને (Cross Wind)કારણે જમણી તરફ જવા લાગ્યું. મારા મનમાં તે ક્ષણે બધું સુન્ન થઈ ગયું હતુ, મેં બીજી ટનલમાં પ્રવેશવા માટે વિમાનને યોગ્ય માર્ગ પર પાછા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેનાથી હું રેકોર્ડ બનાવી શક્યો” ઉલ્લેખનીય છે કે, ડારિયો કોસ્ટા પ્રોફેશનલ સ્ટંટ પાયલોટ (Professional Stunt Pilot)છે,ત્યારે ટનલમાં પ્લેન ઉડાવનાર તે પ્રથમ વ્યક્તિ બન્યા છે.

આ પણ વાંચો: Viral : સોશિયલ મીડિયાની દુનિયામાં છવાયા કેરળના ઓટો ડ્રાઈવર, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

આ પણ વાંચો:  Video : લગ્નના ટેન્શનને ભૂલીને દુલ્હન પાણીપુરી ખાવામાં વ્યસ્ત ! દુલ્હનનો આ અંદાજ જોઈને તમે પણ કહેશો OMG

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">