તમને બધાએ પાકિસ્તાની (Pakistan) છોકરી દનાનીર મોબીન (Dananeer Mobeen) તો યાદ જ હશે, જેણે પોતાની પાવરી (Pawari) સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. આ એ જ છોકરી છે, જેનો જાદુ ભૂતકાળમાં લોકોના માથે ચઢીને બોલતો હતો. તેમના એક વીડિયો પર તો લોકોએ કેટલા ગીતો બનાવી દીધા હતા. હવે ફરીથી તેનો એક નવો વીડિયો ઈન્ટરનેટ જગતમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જે રીતે ‘પાવરી’ બોલે છે તેના કરતા પણ વધારે મજેદાર છે.
આ વખતે વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે પોતાનો જાદુઈ અવાજ ફેલાવી રહી છે. આ વખતે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન અલગ છે કારણ કે આ વીડિયોમાં પાવરી ગર્લ દનાનીર મોબીન ગીત ગાઈ રહી છે. તે પણ એટલી મધુર રીતે કે દરેક લોકો તેના દીવાના બની રહ્યા છે. દનાનીરે આ વીડિયોમાં ‘ખોયા જો તુ હોગા મેરા ક્યા’ ગીત ગાયું છે. દનાનીરે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
દનાનીર મુબીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેમનું આ ગીત સાંભળીને લોકો તેમના નશીલા અવાજના ચાહક બની ગયા.
View this post on Instagram
દનાનીરના ચાહકો પણ આ અંગે વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ દનાનીરે ‘તેરા મેરા રિશ્તા પુરાના’ ગીત ગાઈને હેડલાઈન્સ બનાવી હતી. 6 ફેબ્રુઆરીએ દનાનીર પ્રથમ વખત ઈન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો શેર કરતી વખતે ચર્ચામાં આવી હતી. પાર્ટીને ‘પાવરી’ કહેવાની તેમની સ્ટાઈલ લોકોને એટલી ગમી કે આ મામલો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. તે પછી તેની ચર્ચા દરેક જગ્યાએ શરૂ થઈ. પરિણામે, લોકો તેની પાવર સ્ટાઇલની નકલ કરતા પણ જોવા મળ્યા. આ રીતે દનાનીર ઇન્ટરનેટ જગતમાં એક નવો સિતારો બની.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –