પાકિસ્તાનમાં પણ ભારતીય સોંગની બોલબાલા! દુલ્હા-દુલ્હને હાર્ડી સંધૂના સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ Video

તાજેતરમાં પાકિસ્તાની દુલ્હા-દુલ્હનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે હાર્ડી સંધુના સોંગ 'ક્યા બાત હૈ' પર ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાનમાં પણ ભારતીય સોંગની બોલબાલા! દુલ્હા-દુલ્હને હાર્ડી સંધૂના સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ Video
pakistani bride and groom dance to harrdy sandhu's song
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Oct 04, 2021 | 10:04 PM

Viral Video: હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પાકિસ્તાનના (Pakistan) દુલ્હા-દુલ્હન તેમના લગ્નના દિવસે સાથે ડાન્સ કરતા જોવા મળે છે. વાયરલ વીડિયોમાં આ કપલ હાર્ડી સંધુના ‘ક્યા બાત હૈ’ સોંગ પર ડાન્સ કરતા જોવા મળે છે. સ્ટેજ પર આ કપલ જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દુલ્હા-દુલ્હનનું નામ અનુમ હસન અને મોહમ્મદ શહરયાર છે. યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

દુલ્હા-દુલ્હને હાર્ડી સંધૂના સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અનુમ અને શહરયાર એકબીજાના ડાન્સ સ્ટેપને ફોલો કરી રહ્યા છે.જ્યારે તેમના પરિવારના સભ્યો અને મિત્રો પણ તેનો ઉત્સાહ વધારતા જોવા મળી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ (Instagram) પર વીડિયો શેર કરતા મોહમ્મદ શહરયારે લખ્યું, ‘ક્યા બાત હૈ … હા હું કેટલાક સ્ટેપ્સ ભૂલી ગઈ, પણ આ બધું સારું છે.’

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Sherry (@mohammed_sheharyar)

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા (Comments) શેર કરી રહ્યા છે. એક યુઝર્સ લખ્યું કે, ‘એવું લાગે છે કે દુલ્હનને ડાન્સ નથી આવડતો છતાં તે સારી રીતે કરે છે. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે,’દરેક વ્યક્તિ લગ્નમાં કપલના ડાન્સની રાહ જુએ છે અને આ વીડિયો ખૂબ જ ક્યૂટ છે’ જ્યારે અન્ય યુઝર્સ પણ આ દુલ્હ-દુલ્હનની પ્રશંશા કરી રહ્યા છે.

આ પણ વાંચો : Video : વરરાજાએ તો ભારે કરી ! મંડપમાં રિસાયેલા વરરાજાને મનાવતી દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો : બાપ રે ! આ વ્યક્તિએ એક આંગળીથી તરબુચના બે ટુકડા કરી નાખ્યા, Video જોઈને લોકો પણ આશ્વર્યમાં !!

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati