ઑનલાઈન ઓર્ડર કર્યો iPhone 13 અને પાર્સલમાંથી નીકળી ચૉકલેટ, જાણો આવા સ્કેમથી કેવી રીતે બચવું

ઑનલાઈન ઓર્ડર કર્યો iPhone 13 અને પાર્સલમાંથી નીકળી ચૉકલેટ, જાણો આવા સ્કેમથી કેવી રીતે બચવું

તમે પણ આવા ઓનલાઈન સ્કેમનો શિકાર બની શકો છો. તેથી જો તમે ઓનલાઈન શોપિંગના શોખીન છો તો તમારે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Dec 28, 2021 | 9:54 PM

આ પહેલીવાર નથી જ્યારે કોઈ વ્યક્તિએ ઑનલાઈન ઑર્ડર કર્યો હોય અને તેના બદલામાં તેને ખોટી વસ્તુ ડિલિવર કરવામાં આવે છે. તાજેતરની એક ઘટનામાં એક વ્યક્તિએ 1 લાખની કિંમતનો iPhone 13 Pro Max ઓર્ડર કર્યો હતો, પરંતુ તેના બદલે તેને ડેરી મિલ્ક ઓરિયો ચોકલેટ અને ટોયલેટ પેપર મળ્યા હતા.

ડેનિયલ કેરોલ નામનો આ વ્યક્તિ સતત તેના ઓર્ડર પર નજર રાખતો હતો, જેમાં બે અઠવાડિયાનો વિલંબ થયો અને અંતે તે પાર્સલ લેવા માટે વેસ્ટ યોર્કશાયરમાં DHL વેરહાઉસ ગયો. પરંતુ ઓર્ડર ખોલતાની સાથે જ તે ચોંકી ગયો. iPhone 13 Pro Maxને બદલે પેકેટમાં બે 120g ડેરી મિલ્ક ઓરિયો ચોકલેટ અને કેટલાક ટોયલેટ પેપર પાર્સલ કરવામાં આવ્યા હતા.

કેરોલે આ ઘટનાને Twitter પર પોસ્ટ કરી “iPhone 13 Pro Maxના @DHLParcelUK નેટવર્ક પર અટકી જવાની લાંબી રાહ જોયા પછી મેં ગઈકાલે DHLમાંથી પાર્સલ લીધું હતું, પરંતુ મારો ફોન ચૉકલેટ અને ટોયલેટ પેપર સાથે બદલાઈ ગયો હતો.

ફોલો-અપ ટ્વીટમાં કેરોલે ખુલાસો કર્યો કે ફોન 2 ડિસેમ્બરે Appleની સત્તાવાર વેબસાઈટ પરથી ઓર્ડર કરવામાં આવ્યો હતો. ઓર્ડર કરતી વખતે પ્રથમ ડિલિવરીની તારીખ 17મી ડિસેમ્બર બતાવવામાં આવી હતી. કેરોલને હજુ સુધી iPhone 13 Pro Max પ્રાપ્ત થયો નથી, પરંતુ DHL અધિકારીઓ તેના સંપર્કમાં હોવાનું કહેવાય છે. આ બાબતે ટિપ્પણી કરતાં DHLના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમે આ બાબતની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ અને કેરોલને બદલવા માટે મોકલનારના સંપર્કમાં છીએ.”

આવા કૌભાંડોથી કેવી રીતે બચવું

તમે પણ આવા ઓનલાઈન સ્કેમનો શિકાર બની શકો છો તેથી, જો તમે ઑનલાઈન ખરીદદાર છો તો તમારે આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

– તમે જે વેબસાઈટ પરથી ઓર્ડર આપી રહ્યા છો તેને હંમેશા ચકાસો. – કોઈ થર્ડ-પાર્ટી ઈ-કોમર્સ વેબસાઈટ પર રીસેલરને વેરિફાઈ કરો. – હંમેશા વિશ્વસનીય રિટેલર પાસેથી ઓર્ડર કરો. – ઓર્ડર આપતા પહેલા કૃપા કરીને કસ્ટમર રિવ્યૂઓ તપાસો. – મોંઘી વસ્તુનો ઓર્ડર આપતી વખતે તેને કેશ-ઓન-ડિલિવરી (COD) પર રાખો.

આ પણ વાંચો –નાગીમાં થયેલા યુદ્ધની 50મી વાર્ષિક તીથીની ઉજવણી, શ્રી ગંગાનગર ગૌરવ અને દેશભક્તિની ભાવનાથી તરબોળ થયુ

આ પણ વાંચો – કોરોના વિરોધી રસીના વધારાના ડોઝ માટે ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી નથી, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સરકારનું નિવેદન

આ પણ વાંચો – SURAT : કોરોનાના વધતા કેસો વચ્ચે 11 જાન્યુઆરી સુધી કલમ 144 લાગું, 4 લોકોને ભેગા થવા પર પ્રતિબંધ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati