દરિયાઇ જીવો પર નવો ખતરો, 150 કરોડ માસ્કનો કચરો સમુદ્રમાં

માસ્ક કોરોનાથી તો બચાવે છે પરંતુ તેનાથી એક વૈશ્વિક સમસ્યા પણ ઉભી થઇ છે, સમગ્ર વિશ્વમાં કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જે જરૂરી પણ છે પરંતુ આટલી મોટી સંખ્યામાં માસ્કનુ ઉત્પાદન તો થઇ રહ્યુ છે પરંતુ તેના નિકાલને લઇને કોઇ યોજના બનાવવામાં આવી નથી જેનાથી પ્રદૂષણની સમસ્યા વધી રહી છે, […]

દરિયાઇ જીવો પર નવો ખતરો, 150 કરોડ માસ્કનો કચરો સમુદ્રમાં
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Dec 30, 2020 | 6:08 PM

માસ્ક કોરોનાથી તો બચાવે છે પરંતુ તેનાથી એક વૈશ્વિક સમસ્યા પણ ઉભી થઇ છે, સમગ્ર વિશ્વમાં કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જે જરૂરી પણ છે પરંતુ આટલી મોટી સંખ્યામાં માસ્કનુ ઉત્પાદન તો થઇ રહ્યુ છે પરંતુ તેના નિકાલને લઇને કોઇ યોજના બનાવવામાં આવી નથી જેનાથી પ્રદૂષણની સમસ્યા વધી રહી છે, દુનિયાના લગભગ 150 કરોડથી પણ વધુ જેટલા માસ્ક વિવિધ માધ્યમથી સમુદ્રમાં પહોંચી રહ્યા છે, હજારો ટન પ્લાસ્ટિક દરિયામાં ભળવાથી દરિયાઇ જીવોને ઘણુ નુક્શાન થઇ રહ્યુ છે, હોંગકોંગની પર્યાવરણ સંરક્ષણ સંસ્થા ઓશન્સ એશિયાએ આ મામલે એક રિસર્ચ જાહેર કર્યુ છે

રિપોર્ટ પ્રમાણે આ વર્ષે વિશ્વમાં 5200 કરોડ જેટલા માસ્કનુ ઉત્પાદન થયુ છે અને ગણતરી કરીએ તો આના 3 ટકા જેટલો કચરો દરિયામાં જશે, આ સિંગલ યૂઝ ફેસ માસ્ક મેલ્ટબ્લોન પ્રકારના પ્લાસ્ટિકમાંથી બને છે અને તેને રિસાઇકલ કરવુ મુશ્કેલ છે, એક માસ્કનુ વજન લગભગ ત્રણથી ચાર ગ્રામનુ હોય છે અનુમાન પ્રમાણે આનાથી લગભગ 6800 ટન જેટલો પ્લાસ્ટિક કચરો પેદા થશે જેનો નાશ થવામાં 450 વર્ષ જેટલો સમય લાગશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">