ગોલ્ડન બોયનો અનોખો અંદાજ : નીરજ ચોપરાએ પોતાના જન્મદિવસ પર ચાહકોનો આ રીતે માન્યો આભાર, જુઓ VIDEO

ગોલ્ડન બોયનો અનોખો અંદાજ : નીરજ ચોપરાએ પોતાના જન્મદિવસ પર ચાહકોનો આ રીતે માન્યો આભાર, જુઓ VIDEO
Neeraj chopra (File Photo)

નીરજ ચોપરાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના જન્મદિવસ નિમિત્તે ચાહકોનો આભાર માનતા જોવા મળે છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 25, 2021 | 4:56 PM

Viral Video : નીરજ ચોપરા આજે જાણીતું નામ બની ગયું છે. ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનાર નીરજ ચોપરા (Neeraj Chopra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. તમે બધા જાણતા જ હશો કે 24 ડિસેમ્બરના રોજ ગોલ્ડન બોય નીરજ ચોપરાનો જન્મદિવસ હતો. આ નિમિતે તેણે એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

ગોલ્ડન બોયના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, નીરજ ચોપરાએ વીડિયો મેસેજ દ્વારા પોતાના ફેન્સને એક ખાસ સંદેશ આપ્યો છે. આ વીડિયો જોઈને નીરજ ચોપરાના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. નીરજ ચોપરાએ કહ્યુ કે, જેમણે મને મારા જન્મદિવસ પર અભિનંદન આપ્યા છે તેનો ખૂબ ખૂબ આભાર અને આશા છે કે તમે બધા ખુશ હશો. હાલમાં હું USAમાં છું, તેથી અહીંનો સમય 13 કલાક પાછળ છે, તેથી અહીંયા આજે 23 તારીખ છે. આ સાથે તેણે દરેકને તેના કોચ સાથે પરિચય કરાવ્યો હતો.

જુઓ વીડિયો

યુઝર્સ નીરજની કરી પ્રશંશા

નીરજ ચોપરાએ આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 40 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં નીરજ ચોપરા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું “તમે ખરેખર મહાન છો”. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ નીરજની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Funny Video: લગ્નમાં દુલ્હા-દુલ્હન હતા વ્યસ્ત ! કંટાળીને પંડિતજીએ કંઈક એવુ કર્યુ કે તમને પણ હસવુ આવશે

આ પણ વાંચો: અટલ બિહારી વાજપેયી અલગ-અલગ પ્રદેશોમાંથી 10 વખત લોકસભા પહોંચ્યા હતા, PM મોદી અને અમિત શાહે તેમની જન્મજયંતિ પર આ રીતે યાદ કર્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati