અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) બોલિવૂડના સુપરહીરો, મેગાસ્ટાર, બિગ બી (Big B) અને અન્ય ઘણા નામોથી ઓળખવામાં આવે છે. તેમની શાનદાર એક્ટિંગના સમગ્ર દુનિયામાં વખાણ થાય છે. આજે તેમનો જન્મદિવસ છે. તેમની ઉંમર 80 વર્ષની છે. આવામાં તેમને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. તેમના ફેન્સ તો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી જ રહ્યા છે, સાથે જ દેશભરના નેતાઓ અને કલાકારો પણ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારાઓમાં નાગાલેન્ડના તે મંત્રીઓનો પણ સમાવેશ થાય છે , જેઓ થોડા મહિના પહેલા જ તેમના ‘નાની આંખોવાળા’ નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા.
લોકો ‘બિગ બી’ને તેમના જન્મદિવસ પર તેમની અલગ અલગ સ્ટાઈલમાં અભિનંદન આપી રહ્યા છે, કેટલાક તસવીરો શેયર કરી રહ્યા છે તો કેટલાક વીડિયો શેયર કરી રહ્યા છે. નાગાલેન્ડના ઉચ્ચ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી તેમજેન ઈમ્ના અલોન્ગે પણ તેમને આવી રીતે જ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમને અમિતાભ બચ્ચનની ફેમસ ફિલ્મ ‘કાલિયા’ના એક સીનની ક્લિપ શેયર કરી છે, જેમાં ‘બિગ બી’ કહેતા જોવા મળે છે કે તેઓ જ્યાં ઉભા છે ત્યાંથી લાઇન શરૂ થાય છે. વર્ષ 1981માં આવેલી આ ફિલ્મનો આ ડાયલોગ આજે પણ એટલો જ ફેમસ છે જેટલો પહેલા હતો.
अमिताभ बच्चन जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएँ।🎉🎉🎉
@SrBachchan pic.twitter.com/0iD04JkbD0
— Temjen Imna Along (@AlongImna) October 11, 2022
અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે તેમજેન અલોન્ગનો આ અંદાજને લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. તેના દ્વારા શેયર કરવામાં આવેલ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે ઘણાં લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને યુઝર્સ અલગ અલગ સ્ટાઈલમાં ‘બિગ બી’ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
બોલિવૂડના આ ‘મેગાસ્ટાર’એ 50 વર્ષથી વધુ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર અને જબરદસ્ત હિટ ફિલ્મો આપી છે, જેમાં કાલિયા, શોલે, શરાબી, જંજીર, કુલી જેવી ફેમસ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેનો ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ લોકોની પસંદ છે. લોકોને આ શો એટલો ગમે છે કે તેઓ એક પણ એપિસોડ મિસ કરતા નથી.
બચ્ચનને અલગ સ્ટાઈલમાં વિશ કરવાવાળા નાગાલેન્ડના મંત્રી તેમજેન ઇમના અલોન્ગ વિશે વાત કરીએ તો તેઓ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. તે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર વિવિધ પ્રકારની તસવીરો અને વીડિયો શેયર કરતો રહે છે, જે ખૂબ જ રસપ્રદ અને ફની હોય છે.