Drugs શરીરમાં ગયા બાદ કેટલું ખતરનાક છે અને બોલીવુડમાં કેમ વધી વધી રહ્યો છે ટ્રેન્ડ? જાણો બધા સવાલના જવાબ એક ક્લિકે

Mumbai Drug Case: ડ્રગ્સ અથવા નશીલી દવાઓના ઉપયોગને કારણે તમારી માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. તમે વિચારો કંઈક અલગ હોય છે અને થાય કંઈક અલગ છે.

Drugs શરીરમાં ગયા બાદ કેટલું ખતરનાક છે અને બોલીવુડમાં કેમ વધી વધી રહ્યો છે ટ્રેન્ડ? જાણો બધા સવાલના જવાબ એક ક્લિકે
File photo
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Oct 03, 2021 | 11:52 PM

ડ્રગ્સ પાર્ટી કેસમાં નાર્કોટિક્સ બ્યુરો (NCB)ની ટીમે ડ્રગ કેસમાં શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની ધરપકડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 

આરોપીઓ પાસેથી ચરસ, એમડીએમએ, એમડી અને કોકેન સહિત અન્ય ડ્રગ્સ મળી આવી હતી. જોકે આ પહેલો કિસ્સો નથી ના તો બોલિવૂડમાં ડ્રગ્સનો ટ્રેન્ડ નવો છે. સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ દરમિયાન ટેલીવુડથી બોલીવુડ સુધીની ઘણી હસ્તીઓના નામ સામે આવ્યા છે.

કેટલાક સેલિબ્રિટીઝે સ્વીકાર્યું છે કે લાંબા સમયથી ડ્રગ્સ કે આવી પાર્ટીઓનો ટ્રેન્ડ બોલિવૂડમાં ચાલી રહ્યો છે. કેટલાક લોકો માને છે કે લોકો ટેન્શનમાં તેની આદત લાગી જાય છે અને ડ્રગ્સ લેવાથી તણાવ ઓછો થાય છે. પરંતુ નિષ્ણાતો આ વિશે શું કહે છે? ચાલો જાણીએ કે જો ડ્રગ્સ શરીરની અંદર જાય તો શું થાય છે.

મગજ પર સીધી અસર

સૌ પ્રથમ, જાણો કે કોકીન,મારિજુઆના, એલએસડી વગેરે જેવી ઘણા પ્રકારના ડ્રગ્સ હોઈ શકે છે. આ ડ્રગ્સ તમારા મગજ પર સીધી અસર કરે છે. તમારી વિચારવાની ક્ષમતા ઘટાડી શકે છે. કેટલાક લોકો તેનો ઉપયોગ સેક્સ્યુઅલ પાવર વધારવા માટે કરે છે. આ ટૂંકા સમય માટે થઈ શકે છે. પરંતુ તે તમારા સ્વાસ્થ્યને ખૂબ ખરાબ રીતે અસર કરે છે.

AIIMSની ફોરેન્સિંગ પેથોલોજીમાંથી નિવૃત્ત થયેલા ડોક્ટર રવિન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અથવા નશીલી દવાઓના સેવનને કારણે તમારી માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. તમે વિચારતા કંઈક અલગ હોય છે અને થાય કંઈક અલગ થાય છે. લોકો તેનો દુરુપયોગ કરે છે. જેના કારણે લોકો વ્યસની બની જાય છે.

હાઈ ફીલિંગ: મગજને ઉત્તેજીત કરતી દવાઓ

મનોચિકિત્સક ડો.રાજેશ કુમારના જણાવ્યા મુજબ હ્યુમન બ્રેનના મીડ પાર્ટમાં ડ્રગ્સની અસર પહોંચતા જ પ્લેઝર એક્ટિવિટીના સર્કિટમાં જઈને કામ કરે છે. બ્રેઈનનો મધ્યભાગ સેક્સ, ફૂડ, મ્યુઝિક વગેરેને કારણે એક્ટિવ થાય છે અને ડ્રગ્સને કારણે તે ખૂબ જ એક્ટિવ બની જાય છે અને યુઝરને હાઈ ફીલ થવા લાગે છે.

આ દરમિયાન, વ્યક્તિ પોતાને ઉર્જાથી ભરપૂર મહેસુસ કરે છે. તે આજુબાજુના વાતાવરણથી દૂર થઈ જાય છે. ટેન્સન આપનારી વાતને ભૂલી જાય છે. તે ડીસઈનીવેટિવ વર્તન કરવાનું શરૂ કરે છે એટલે કે જે કામ સતર્કતામાં ન કરી શકાય. દવાઓની અસરને કારણે થાક અને ઊંઘ થોડા સમય માટે ગાયબ થઈ જાય છે.

દવાઓ કયા અવયવોને અસર કરે છે?

આઈએમએના ભૂતપૂર્વ પ્રમુખ ડો.કે.કે. અગ્રવાલે ગત વર્ષે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દવાઓ તમારી માનસિક સ્થિતિને બગાડે છે. તે મુખ્યત્વે શરીરમાં મગજ, હૃદય, ફેફસાં અને પેટને અસર કરે છે. આ કારણે માનસિક સ્થિતિ ખરાબ થવા લાગે છે.

જ્યાં સુધી હાર્ટની વાત કરવામાં આવે તો તે કેટલાક કિસ્સાઓમાં ખૂબ ઓછું અને કેટલાક કિસ્સાઓમાં ખૂબ જ ઝડપી કામ કરે છે. કેટલાક કિસ્સાઓમાં હાર્ટની નિષ્ફળતાનો કેસ પણ છે. તે જ સમયે, ફેફસામાં કન્જેશનને કારણે ન્યુમોનિયા થાય છે. જો આપણે પેટ પર તેની અસર વિશે વાત કરીએ તો તે ભૂખને કારણે પેટમાં સૌથી વધુ નુકસાન કરે છે. ડ્રગ્સ લેતી વ્યક્તિને જરા પણ ભૂખ લાગતી નથી. તે પછી અન્ય બીમારીઓ ઘર કરી જાય છે.

બોલીવુડમાં આટલો બધો ટ્રેન્ડ કેમ છે?

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ સંબંધિત ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ જયા સાહાએ ગયા વર્ષે કહ્યું હતું કે બોલીવુડમાં ડ્રગ્સનો ટ્રેન્ડ નવો નથી. ફિલ્મ સ્ટાર્સ પોતાનો તણાવ અને ડિપ્રેશન ઘટાડવા માટે ડ્રગ્સ લે છે. જોકે સેલિબ્રિટીઝ અથવા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તણાવ દૂર કરવાના બહાને મસ્તી કરવા માટે ડ્રગ્સનું સેવન કરે છે.

જોકે તેઓ ડ્રગ વ્યસનની જવાબદાર બીજા કોઈને બતાવે છે. સાયકોલોજીમાં તેને ડિફેન્સ મૈકેનિઝમ કહેવામાં આવે છે. ડોકટરો જણાવે છે કે ડિપ્રેશન અથવા એક્ઝાયટીના ઈલાજમાં મર્યાદિત દવાઓ સિવાય એવી કોઈ દવા નથી કે જેના ઘટકો ડ્રગ્સ સમાન હોય. તેથી એમ કહેવું કે ડિપ્રેશનનો ઉપચાર ડ્રગ્સ દ્વારા થાય છે તે ખોટું છે.

આ પણ વાંચો : Mumbai Drugs Case: આર્યન ખાનને ક્રુઝ ડ્રગ પાર્ટીમાં લાવનાર અરબાઝ મર્ચન્ટ કોણ છે? ઘણી ફિલ્મી હસ્તીઓ સાથે છે તેને સારા સંબંધો

આ પણ વાંચો :Plane Crash: ઇટલીમાં બે માળની ઇમારત સાથે અથડાયા બાદ પ્લેન ક્રેશ થયું, બાળક સહિત આઠ લોકોના થયા મોત

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati