સંસદ કે પછી WWE ની રિંગ ? મંત્રીઓએ એકબીજાના વાળ ખેંચ્યા, લાફા માર્યા

સંસદ કે પછી WWE ની રિંગ ? મંત્રીઓએ એકબીજાના વાળ ખેંચ્યા, લાફા માર્યા
MPs fight, punch each other in Jordan parliament

WWE જેવો નજારો જોર્ડનની સંસદમાં જોવા મળ્યો હતો. અહીં દલીલો કરતી વખતે સાંસદો એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. તેઓએ એકબીજા પર મુક્કાઓનો વરસાદ કર્યો.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 30, 2021 | 7:49 PM

સામાન્ય જીવનમાં લોકોને તમે રસ્તા પર મારામારી કરતા ઘણી વાર જોયા હશે. પરંતુ આવા દ્રશ્યો જો તમને સંસદમાં (Parliament) જોવા મળે તો ? હાલમાં એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેને જોયા બાદ તમે ચોંકી જશો. આ વીડિયોમાં બધા સંસદ સભ્યો એકબીજાને લાતો, લાફા મારતા દેખાય છે. આ વીડિયો જોઇને તમે તમારા હસવા પર પણ કંટ્રોલ નહીં કરી શકો કારણ કે વીડિયોમાં તમને લોકો એકબીજાના વાળ ખેંચતા પણ જોવા મળશે.

આ વીડિયો સંસદની અંદર જનપ્રતિનિધિઓનું અમાનવીય વર્તન દર્શાવે છે. તમને જણાવી દઇએ કે આ વાયરલ વીડિયો જોર્ડનની સંસદનો છે. અહીં દલીલો કરતી વખતે સાંસદો એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા અને લાતો અને મુક્કાઓનો વરસાદ કર્યો હતો. સંસદની અંદર આ લડાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

https://www.facebook.com/watch/?v=733195304539878

મળતી માહિતી અનુસાર, આ ઘટના મંગળવારે જોર્ડનની સંસદમાં બની હતી. વાસ્તવમાં, સંસદની કાર્યવાહી દરમિયાન, જ્યારે સ્પીકરે એક ડેપ્યુટીને સંસદ છોડવા કહ્યું, ત્યારે હોબાળો થયો. સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને તે પછી જે બન્યું તેનાથી આખો દેશ શરમમાં મુકાઈ ગયો. સંસદસભ્યો ગૃહની અંદર એકબીજા સાથે ઝગડી પડ્યા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાંસદો અચાનક એકબીજા સાથે મારામારી કરવા લાગે છે. તેઓ એકબીજા પર મુક્કાઓનો વરસાદ કરે છે. 1 મિનિટથી વધુના આ વીડિયોમાં જોઈ શકાય છે કે લડાઈ દરમિયાન ઘણા સાંસદો ત્યાં એકઠા થયા હતા. આ દરમિયાન એક સાંસદ પોતાની સીટ પર પડી જાય છે. જો કે આ પછી પણ મારપીટ ચાલુ રહે છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જોર્ડનની સંસદમાં બંધારણીય સુધારાને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન એક સાંસદે ગૃહમાં અસંસદીય ટિપ્પણી કરીને કાર્યવાહીને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી સ્પીકરે તેમને બહાર જવાની સૂચના આપી, જેના કારણે સંસદમાં હંગામો શરૂ થયો. આ લડાઈમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. કેટલાક સાંસદોને સામાન્ય ઈજા થઈ છે. નોંધપાત્ર વાત એ છે કે, જોર્ડનમાં 1952માં બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં બંધારણમાં 29 વખત સુધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

Funny Video : વેક્સિનથી ડરેલા આ વ્યક્તિએ રોઈ-રોઈને ગામ માથે લીધુ ! જોઈને તમે પણ હસીને લોટ પોટ થશો

આ પણ વાંચો – 

શું તમે પણ નવા વર્ષની ઉજવણીનો પ્લાન કરી રહ્યા છો ? આ ખૂબસુરત સ્થળોએ ઉજવણી કરીને બનાવો યાદગાર

આ પણ વાંચો –

ચાન્સ પે ડાન્સ: રેડ સિગ્નલ જોતા જ યુવકને શુરાતન ચડ્યુ, વાહનોની વચ્ચે કરવા લાગ્યો ડાન્સ, જુઓ VIDEO

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati