સ્કૂલમાં આચાર્યની ખુરશી પર બેઠા કપિરાજ, જુઓ સોશિયલ મીડિયા પર છવાયેલા વાનરનો આ રમુજી વીડીયો

હાલ સોશિયલ મીડિયા પર એક વાનરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્કૂલનો આચાર્ય બની બેઠો છે.

સ્કૂલમાં આચાર્યની ખુરશી પર બેઠા કપિરાજ, જુઓ સોશિયલ મીડિયા પર છવાયેલા વાનરનો આ રમુજી વીડીયો
monkey sitting on the principal's chair


સોશિયલ મીડિયા પર પ્રાણીઓના લાખો ફોટા અને વીડિયો છે. એવું કહેવું ખોટું નહીં હોય કે, પ્રાણીઓ સાથે સંબંધિત કન્ટેન્ટ ઇન્ટરનેટ પર સૌથી વધુ લોકોને પસંદ પડે છે. જેઓ પ્રાણીઓને પ્રેમ કરે છે તેઓ તેમના ફોટા અને વિડીયોથી મોબાઇલ અને લેપટોપની મેમરી ભરી રાખે છે. હાલ સોશિયલ મીડિયા પર એક વાનરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્કૂલનો આચાર્ય બની બેઠો છે. શાળાના આચાર્ય બનેલા વાનરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે, વાનરોને છલાંગ લગાડવી અને ઠેકડા મારવાનું ખૂબ પસંદ છે. પરંતુ તમે ક્યારેય વાનરને શાળાના આચાર્ય બનતા જોયા છે? જી હા, હાલ ઇન્ટરનેટ પર એક વીડિયો છે જેમાં એક વાનર શાળાના આચાર્યની ખુરશી પર બેઠો હતો. આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરની એક સરકારી શાળાની છે. જ્યાં એક તોફાની વાનર શાળામાં પ્રવેશ્યો હતો. આ વાનર આચાર્યના ઓરડામાં પ્રવેશ કર્યો અને તેની ખુરશી પર કૂદવાનું શરૂ કર્યું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ વીડિયોને તેની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે.

આ વાનરને આચાર્યની ખુરશી એટલી પસંદ કરી કે તે તેનાથી નીચે ઉતરવાનું નામ પણ લેતો નથી. આ દરમિયાન શાળાનો સ્ટાફ વાનરને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કરતો રહ્યો. ઘણા પ્રયત્નો પછી, વાનર ખુરશી પરથી નીચે ઉતર્યો અને સીધો શાળામાંથી બહાર દોડ્યો ગયો હતો. લોકો તોફાની વાનરના આ વીડિયોને સોશિયલ મીડિયા પર પસંદ કરી રહ્યા છે. લોકો તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Click on your DTH Provider to Add TV9 Gujarati