બોયફ્રેન્ડ બનાવવા માટે આ મોડેલે બનાવી અજીબ-ગરીબ શરતોનુ લીસ્ટ, જુઓ તમે તો એલિજીબલ નથી ને ?

મોરિયા મિલ્સ (Moriah Mills) નામની આ 28 વર્ષની મહિલા અમેરિકાના ન્યૂયોર્કની રહેવાસી છે. મોરિયા વ્યવસાયે અભિનેત્રી અને રેપર છે, તેણે બોયફ્રેન્ડ બનાવવા માટે અજીબો ગરીબ શરતોની લીસ્ટ બનાવી છે.

બોયફ્રેન્ડ બનાવવા માટે આ મોડેલે બનાવી અજીબ-ગરીબ શરતોનુ લીસ્ટ, જુઓ તમે તો એલિજીબલ નથી ને ?
This Model have strict dating rules for potential boyfriend

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક મહિલા મોડલની ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, આ મહિલા એક એવા બોયફ્રેન્ડની શોધમાં છે જે તેની સૂચનાઓનું પાલન કરે એટલું જ નહીં પરંતુ તેના પર નિર્ભર પણ હોય. એટલું જ નહીં, મહિલાએ બોયફ્રેન્ડ માટે કેટલીક શરતો અને નિયમો પણ બનાવ્યા છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પણ તેના નિયમો અને શરતોને પૂર્ણ કરશે, તે તેને પોતાનો બોયફ્રેન્ડ બનાવશે.

રિપોર્ટ અનુસાર, મોરિયા મિલ્સ (Moriah Mills) નામની આ 28 વર્ષની મહિલા અમેરિકાના ન્યૂયોર્કની રહેવાસી છે. મોરિયા વ્યવસાયે અભિનેત્રી અને રેપર છે. તાજેતરમાં, તેણે તેના ટિકટોક એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થયો છે. આ વીડિયોમાં, મોરિયા છોકરાઓને તેમના બોયફ્રેન્ડ બનવા માટે કેટલાક નિયમો અને શરતો કહેતા જોવા મળે છે.

મોરિયા કહે છે કે જે કોઈ તેને ડેટ કરવા માંગે છે તેણે અઠવાડિયામાં 144 ગુલાબ આપવા પડશે. જો આ ડેટ સફળ થાય છે તો 12 મહિના પછી તેણે ઘૂંટણ બેસીને તેને મોંઘી વીંટી પહેરાવીને પ્રપોઝ કરવું પડશે. જો છોકરો આ નથી કરતો તો મોરિયા તેની સાથે બ્રેકઅપ કરી લેશે. મોરિયાએ તેના વીડિયોમાં કેટલીક અન્ય વિચિત્ર શરતો મૂકી છે. તેણે રોમાંસને લગતા નિયમો પણ બનાવ્યા છે. મોરિયા કહે છે કે જે પણ તેનો બોયફ્રેન્ડ બનશે તેણે અઠવાડિયામાં એકવાર સંબંધ બાંધવો પડશે.

તે આગળ કહે છે, બધા છોકરાઓએ સમજવું પડશે કે હું પોતે કમાઉ છું, તેથી હું જે કંઈ ખર્ચ કરું છું, તેના પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. હા, જો તે ઈચ્છે તો તેના પર પૈસા ખર્ચી શકે છે. મોરિયા વધુમાં કહે છે કે ભાવિ બોયફ્રેન્ડે મહિનામાં એકવાર પાર્લરનો ખર્ચ ચૂકવવો પડશે. આ સિવાય તેને હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ લઈ જવાનુ રહેશે. આ સાથે, બોયફ્રેન્ડે પોતે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા પડશે અને હંમેશા અત્તર લગાવવું પડશે. મોરિયાના વીડિયો પોસ્ટ પર લોકોએ પોત-પોતાના પ્રતિભાવો પણ આપ્યા છે. ઘણા લોકોએ તો એમ પણ કહ્યું કે તેઓ એકલા ઠીક છે. તેને મોરિયા જેવી ગર્લફ્રેન્ડની જરૂર નથી.

આ પણ વાંચો –

Penny stocks : 1 વર્ષમાં આ સ્ટોકે તેના રોકાણકારોને આપ્યું 690% રિટર્ન, 5 રૂપિયાનો સ્ટોક 40 સુધી પહોંચ્યો

આ પણ વાંચો –

Funny Video : લાઇવ ટીવી પર એન્કરીંગ કરી રહ્યો હતો એન્કર, પાછળથી બાળકે આવીને કેમેરા સામે કરી એવી હરકત, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો –

IND vs PAK મેચ પહેલા Zomato એ પાકિસ્તાનને કર્યુ ટ્રોલ, ટ્વીટ કરીને પુછ્યુ પિઝ્ઝા-બર્ગર જોઇએ છે ?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati