ઓન ડ્યૂટી સરકારી ગાડીમાં કૂતરાને ફેરવી રહ્યા હતા SDM, પત્રકારે પાડ્યો ફોટો તો કર્યો હોબાળો ? જુઓ વાયરલ વીડિયો

આ મામલાની તપાસ માટે જિલ્લા મેજિસ્ટ્રેટે બે સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. સાથે જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે પણ આ મામલે સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના મીડિયા સેલે આ વીડિયો (Viral Video)ટ્વીટ કરીને વહીવટી તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે.

ઓન ડ્યૂટી સરકારી ગાડીમાં કૂતરાને ફેરવી રહ્યા હતા SDM, પત્રકારે પાડ્યો ફોટો તો કર્યો હોબાળો ? જુઓ વાયરલ વીડિયો
Mathura Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 2:24 PM

મથુરા જિલ્લામાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં SDM સરકારી વાહનમાં ટી-શર્ટ અને હાફ પેન્ટમાં બેસીને સિવિલ લાઈન્સ વિસ્તારમાં કૂતરાને ફેરવી રહેલ SDM એક પત્રકાર પર ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, પત્રકારે SDMને સરકારી વાહનમાં કૂતરાને ફેરવતા હોય તેની તસવીર લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ મામલાની તપાસ માટે જિલ્લા મેજિસ્ટ્રેટે બે સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. સાથે જ SDM એ પણ આ મામલે સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના મીડિયા સેલે આ વીડિયો (Viral Video)ટ્વીટ કરીને વહીવટી તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મથુરા-વૃંદાવન મ્યુનિસિપલ કોર્પોરેશનના SDM રાજ કુમાર મિત્તલ પત્રકારને ખૂબ જ આક્રમક સ્વરમાં પૂછતા જોવા મળી રહ્યા છે કે તેમણે તેમની અને કૂતરાની તસવીર કેમ લીધી છે. વીડિયોમાં પત્રકાર કહેતા જોવા મળે છે કે તમે (SDM) કામના કલાકો દરમિયાન કૂતરાને સરકારી વાહનમાં ફરવો છો, તો હું પત્રકાર હોવાના કારણે તસવીર પણ ન ખેંચી શકું?

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પત્રકારે આ વાત કહી ત્યારે SDM વધુ ગુસ્સે થઈ ગયા અને પોતાના હાથ વડે પત્રકારની આંગળીઓ મરોડવા લાગ્યા. જો કે, તે સ્થળ પર હાજર અન્ય પત્રકારો અને સામાન્ય લોકોના સમજાવવા પર ચાલ્યા ગયા હતા. SDMના આ અભદ્ર વર્તનથી વ્યથિત પત્રકાર દીપક ચૌધરીએ આ ઘટના અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત તમામ મીડિયાને જાણ કરી હતી.

ચૌધરી કાનપુરથી પ્રકાશિત હિન્દી દૈનિક માટે પત્રકાર છે. તેમની સાથેની ઘટનાની માહિતી મળતાં જ સાથી પત્રકારો ફરિયાદ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ પુલકિત ખરે પાસે પહોંચ્યા. ચૌધરીએ કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટને મળ્યા બાદ તેમણે આ અંગે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને ફરિયાદ પણ કરી હતી. બીજી તરફ, જિલ્લા મેજિસ્ટ્રેટે ઘટનાની તપાસ માટે બે સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. સમિતિને ત્રણ દિવસમાં મામલાની તપાસ પૂર્ણ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

બીજી તરફ, કથિત આરોપી SDM મિત્તલનું કહેવું છે કે તે થોડા મહિના પહેલા પકડાયેલા કૂતરા અને બિલાડીના બે બચ્ચાને વેટરનરી યુનિવર્સિટી સ્થિત હોસ્પિટલમાં રસીકરણ માટે લઈ જતા હતા. મિત્તલે કહ્યું કે પરત ફરતી વખતે એક યુવકે સિવિલ લાઈન્સ વિસ્તારમાં તેની તસવીર લેવાનું શરૂ કર્યું અને જ્યારે યુવકને રોકવાનો પ્રયાસ કર્યો તો તે દોડવા લાગ્યો. મિત્તલના કહેવા પ્રમાણે, યુવકને અમુક અંતરેથી પકડવામાં આવ્યો હતો અને પૂછવા પર તેણે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી. આ અંગે તેણે સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ વીડિયોને શેર કરતા એસપીના મીડિયા સેલે ટ્વીટ કર્યું છે કે, ‘યોગીજી! લખનૌથી કોઈને મોકલો, જે આ સાહેબના કૂતરાને હરાવે-ફરાવે, કૂતરાની પોટી સાફ કરે. તમારા અધિકારીઓ વહીવટી કામ છોડીને કૂતરાને ફેરવવામાં વ્યસ્ત છે. વૃંદાવન જેવા અત્યંત સંવેદનશીલ અને વૈશ્વિક પ્રવાસન સ્થળ પર સરકારી અધિકારીની આ બેદરકારી અને ગુંડાગીરી અક્ષમ્ય છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">