યુવકે ધારાસભ્ય સમક્ષ ગર્લફ્રેન્ડ બનાવી આપવા માટે કરી માંગણી ! પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

હાલ સોશિયલ મીડિયા પર ધારાસભ્યને લખાયેલો એક પત્ર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર લખનારે તેમાં પોતાને ગર્લફ્રેન્ડ નહીં મળતી હોવાની ફરિયાદ કરી છે.

યુવકે ધારાસભ્ય સમક્ષ ગર્લફ્રેન્ડ બનાવી આપવા માટે કરી માંગણી ! પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ
Viral Letter

ઘણી વાર લોકો પોતાની કોઇ સમસ્યાના સમાધાન માટે પોતાના વિસ્તારના પ્રભાવશાળી લોકો પાસે જાય છે. ત્યાં તેઓ ફરિયાદ કરે છે કે તેમની સમસ્યાનું સમાધાન જલ્દીથી જલ્દી આવે. જેમકે લોકો પોતાના ક્ષેત્ર અને આસપાસની સમસ્યાઓને લઇને પોતાના વિસ્તારના નેતા પાસે જાય છે. પરંતુ એક યુવકે પોતાના વિસ્તારના ધારાસભ્યને એવી વિચિત્ર વિનંતી કરી જે સાંભળીને કોઇને પણ આશ્ચર્ય થશે.

એક અહેવાલ મુજબ, એક યુવકે ધારાસભ્ય પાસે ગર્લફ્રેન્ડ મેળવવા માગ કરી હતી. આ વ્યક્તિએ પોતાની માગ ધારાસભ્ય સુધી પહોંચાડવા માટે પત્ર પણ લખ્યો હતો. હવે આ પત્ર બધે ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ પત્ર કોંગ્રેસના ધારાસભ્ય સુભાષ ધોટેના નામે લખવામાં આવ્યો છે અને તે લખનાર યુવકનું નામ ભૂષણ જમુવંત છે. જોકે આ પત્ર મરાઠીમાં લખવામાં આવ્યો છે, પરંતુ હવે તેનો હિન્દી અનુવાદ પણ વાયરલ થઈ રહ્યો છે.

પત્રમાં યુવક વતી લખવામાં આવ્યું છે કે, સમગ્ર તાલુકામાં ઘણી છોકરીઓ છે પણ તેમની કોઈ ગર્લફ્રેન્ડ નથી. આ ચિંતાનો વિષય છે, આ કારણે મારો આત્મ વિશ્વાસ નબળો પડી ગયો છે,  હું ગ્રામીણ રાજુરાથી ગડચંદૂર સુધી મુસાફરી કરું છું, છતાં એક પણ છોકરી મારી સાથે નથી આવતી. આગળ લખ્યું છે કે, દારૂ વેચનારાઓની અને ગંદા દેખાવ ધરાવતા લોકોની ગર્લફ્રેન્ડ જોઈને મને દુ:ખ થાય છે.

એટલા માટે હું તમને વિનંતી કરું છું કે, તમારા મત વિસ્તારની છોકરીઓને પ્રોત્સાહિત કરવી જોઈએ જેથી તેઓ અમારા જેવા છોકરાઓ પર પણ ધ્યાન આપી શકે. જો કે આ બાબતે ધારાસભ્ય સુભાષ ધોટે સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું છે કે તેમને આવો કોઈ પત્ર મળ્યો નથી. પરંતુ તેણે ચોક્કસપણે તેના વ્હોટ્સએપ પર આ પત્ર જોયો છે.

ધારાસભ્યએ કહ્યું કે, હવે આ વ્યક્તિ કોણ છે, તે ક્યાં રહે છે તે અંગે કંઈ જ ખબર નથી. તેમણે કહ્યું કે, ‘હાલમાં આ યુવકની શોધ કરવામાં આવી રહી છે અને તેને મળ્યા બાદ યુવાનોને મદદ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

 

આ પણ વાંચો –

Double Chin : શું ડબલ ચિન તમને પરેશાન કરે છે ? બસ આટલું કરો, ગાયબ થઈ જશે ‘ડબલ ચિન’

આ પણ વાંચો –

માતા સીતાના રોલ માટે આટલા કરોડ માંગીને કરીના કપૂર થઈ હતી ટ્રોલ, હવે બેબોએ તોડ્યું મૌન

આ પણ વાંચો –

Bihar Panchayat Polls: બોલો ! ઉમેદવાર ઉમેદવારી નોંધાવવા ભેંસ પર પહોંચ્યો, કહ્યું પેટ્રોલ પરવડી શકે તેમ નથી

Click on your DTH Provider to Add TV9 Gujarati