OMG ! ખતરનાક ટેકરી પર વ્યક્તિએ કર્યો એવો સ્ટંટ, વીડિયો જોઇને તમારા શ્વાસ થંભી જશે

ડ્રાઇવિંગનું આ એક અદ્ભુત ઉદાહરણ હતું કે જ્યાં ડ્રાઇવરે આવી જગ્યાએ ગાડી વાળવાનું જોખમ લીધું અને તેને વિશ્વાસ પણ હતો કે તે આવું કરી લેશે.

OMG ! ખતરનાક ટેકરી પર વ્યક્તિએ કર્યો એવો સ્ટંટ, વીડિયો જોઇને તમારા શ્વાસ થંભી જશે
Man shows amazing driving skills in viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 9:42 PM

દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને કંઈક તોફાની કરવાનો શોખ હોય છે. કોઈ ઊંચા પહાડ પરથી નીચે કૂદીને ખતરનાક સ્ટંટ બતાવે છે તો કોઈ પ્લેનમાંથી જ કૂદી પડે છે. ઘણા લોકો દરિયાની અંદર ડૂબકી લગાવીને આશ્ચર્યજનક પરાક્રમ બતાવે છે. કેટલાક લોકોને જોખમી જગ્યાએ વાહન ચલાવવાનો શોખ હોય છે. આવા ખતરનાક સ્ટંટ સાથે જોડાયેલા તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર વાયરલ થતા હોય છે, જે ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમારા શ્વાસ થંભી જશે.

વાસ્તવમાં, આ વીડિયોમાં એક વ્યક્તિ ખતરનાક પહાડી પર કાર વાળવાનો અદ્ભુત પરાક્રમ કરતો જોવા મળી રહ્યો છે. જે જગ્યાએ તે ટર્ન  મારી રહ્યો હતો અને જે રીતે કાર ટર્ન કરી રહી હતી, ત્યાં કોઈ પણ ભૂલ માટે જગ્યા નહોતી, કારણ કે સહેજ પણ ભૂલથી તે કાર સાથે ઉંડી ખીણમાં પડી શકતો હતો, જેના કારણે જાનહાનિ પણ થઈ શકતી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ડ્રાઈવર ધીમે ધીમે કારને ફેરવી રહ્યો છે. ક્યારેક તે કારને થોડી આગળ અને ક્યારેક પાછળ ખસેડે છે. તેનું અનુમાન એકદમ સચોટ છે, કારણ કે જો કાર એક ઇંચ પણ પાછળ જાય તો ખાડામાં પડવાની ખાતરી હતી. પરંતુ તે ડ્રાઇવિંગનું એટલું અદભૂત ઉદાહરણ હતું કે ડ્રાઇવરે આવી જગ્યાએ કાર ફેરવવાનું જોખમ લીધું અને તેને વિશ્વાસ પણ હતો કે તે આવું કરી લેશે.

આ દિલધડક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @DoctorAjayita આઈડી નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 2 લાખ 44 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 15 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ઘણા લોકોએ વીડિયો જોયા પછી વિવિધ ટિપ્પણીઓ કરી છે અને ડ્રાઇવર અને ડ્રાઇવિંગ કુશળતાના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘કારની અંદર બેઠેલો માણસ સુપર હ્યુમન છે’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘બડે હેવી ડ્રાઈવર હો ભાઈ’.

આ પણ વાંચો –

આ ચમત્કારિક આમલીના વૃક્ષે તાનસેનને બનાવ્યો હતો સુરનો સમ્રાટ, કલાકારો હજુ પણ ચાવે છે તેના પાંદડા

આ પણ વાંચો –

Viral: બે બિલાડીઓએ પૂછડી વડે બનાવ્યું દિલ, લાખો લોકોને ખુબજ પસંદ આવ્યો આ વીડિયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">