Viral: શખ્સના પગ નીચેથી મોત સરકતું ગયું ! લોકોએ કહ્યું ‘લાગે છે યમરાજ લંચ બ્રેક પર હશે’

વરસાદની સીઝનને લઈ હાલ સોશિયલ મીડિયા (Social Media)પર ભૂવા પડવાના પણ અનેક વીડિયો વાયરલ થાય છે ત્યારે આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે જે જોઈ તમે પણ કહેશો કે સાચે યમરાજ લંચ બ્રેક પર ગયા હશે.

Viral: શખ્સના પગ નીચેથી મોત સરકતું ગયું ! લોકોએ કહ્યું 'લાગે છે યમરાજ લંચ બ્રેક પર હશે'
Shocking Viral Video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Aug 04, 2022 | 12:36 PM

મૃત્યુ એક અટલ સત્ય છે મનુષ્ય, પ્રાણી, પક્ષી બધા જે આ મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર છે તેમને એક દિવસ તો જવું જ પડશે. પરંતુ ઘણા કિસ્સાઓ એવા પણ હોય છે જેમાં ઘણા લોકો મોતને હાથ તાળી આપી દે છે. સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા વીડિયો વાયરલ (Viral Video)થતા હોય છે જેમાં જોવા મળે છે કે કોઈ મોતની એટલી નજીક જઈને પણ સહીસલામત બચી જાય છે જેમાં ખાસ કરી એક્સિડેન્ટને લગતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. હાલ વરસાદની સીઝનને લઈ હાલ સોશિયલ મીડિયા (Social Media)પર ભૂવા પડવાના પણ અનેક વીડિયો વાયરલ થાય છે ત્યારે આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે જે જોઈ તમે પણ કહેશો કે સાચે યમરાજ લંચ બ્રેક પર ગયા હશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ રોડ પરથી સાઈડમાં કોઈ દુકાન છે ત્યાં જઈ રહ્યો છે તે પહેલા સીધા રસ્તે જાય છે પછી ત્યાંથી વળાંક લઈ દુકાન તરફ આવે છે તે આગળ વધી જ રહ્યો હોય છે કે તેના એક પગ મુકતા અને બીજા પગ ઉપાડતા જ જાણે જમીન પાતાળમાં સમાઈ ગઈ હોય એવી રીતે ગટરની ઉપરની છત ધસી જાય છે અને એ વ્યક્તિના રિએક્શન પણ જોવા જેવા હોય છે.

વ્યક્તિ ખુદ પણ આ અકસ્માતમાંથી બચી ગયા બાદ આનંદનો ભાવ તેના ચહેરા પર સાફ દેખાય છે. અને તે થોડીવાર તો ત્યાં ઉભા રહી જોયા કરે છે. માત્ર સેકેન્ડનો જ આ ખેલ છે જો તેનો પગ એક ક્ષણ પણ પાછળ રહી ગયો હોત તો તે સીધો ગટરની અંદર પડી જાત. અકસ્માત બાદ તે વ્યક્તિ માથા પાસે હાથ રાખે છે અને જીભ બહાર કાઢી દુકાન તરફ પણ જોઈ રહે છે કદાચ ત્યાં કોઈક હશે જે ણે આ તરફ જોયું હશે.

આ વીડિયો ક્યાંનો છે તે વિશે કોઈ હાલ કોઈ માહિતી નથી ત્યારે આ વીડિયો ટ્વિટર પર Sagrcasm નામના યુઝર્સએ શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે યમરાજ લંચ બ્રેક પર હોય. ત્યારે એક યુઝર્સે કમેન્ટ કરતા લખ્યું છે કે લેજેન્ડ કહે છે કે માણસ હજી પણ એ જ સ્થિતિમાં ઊભો છે. ત્યારે અન્ય યુઝર્સએ પણ આ વીડિયો પર પોતપોતાની પ્રતિક્રિયા આપી છે.

આ વીડિયોને આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં 49 હજાર લાઈક્સ મળ્યા છે જ્યારે 1.2 મિલિયન લોકોએ આ વીડિયો જોયો છે. એક યુઝર્સેએ આ વીડિયોની નીચે સેમ એવો જ એક વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં પણ તેણે ‘Same’લખ્યું છે. ત્યારે આ વીડિયો પણ કંઈક આવો જ છે. એ વીડિયો પણ જુઓ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati