
એક વખત જ્યારે તમે કોઈ નોકરી શરૂ કરી દો છો તો તેને છોડવી મુશ્કેલ હોય છે. જો તમે કોર્પોરેટ વર્લ્ડમાં નોકરી કરો છો તો ખુબ જ ઓછા લોકો એવા હશે, જે નોકરી છોડી દે છે, કારણ કે તેમને ત્યાં તમામ સુવિધાઓ મળે છે અને સેલરી પણ સારી હોય છે, જેના કારણે તે નોકરી છોડવા વિશે વિચારી શકતા નથી. જો કે કેટલાક લોકો એવા પણ હોય છે, જે રિસ્ક ઉઠાવે છે અને કોર્પોરેટની નોકરી છોડી પોતાનો બિઝનેસ શરૂ કરે છે. આવા જ એક વ્યક્તિની હાલમાં ચર્ચાઓ થઈ રહી છે, જેને એક એવુ કામ કરવા માટે કોર્પોરેટની નોકરી છોડી દીધી, જેને સામાન્ય રીતે લોકો ખુબ જ નાનું કામ સમજે છે.
બેંગલુરૂમાં વિશ્વાસ રાવત નામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક તસ્વીર શેયર કરી છે, જેમાં એક વ્યક્તિ પોતાના હાથમાં એક મોટુ બોર્ડ લઈને ઉભો છે, જેની પર લખ્યુ છે કે હું કોઈ સુપરહિરો નથી પણ એક વડાપાંવની સાથે તમારો દિવસ બચાવી શકુ છું. આમ તો વડાપાંવ મહારાષ્ટ્રનું લોકપ્રિય ફૂડ છે. આ વ્યક્તિએ ભારતના ‘સિલિકોન વેલી’ નામથી ઓળખાતા બેંગલુરૂમાં આ ફૂડ વેચવાનું સાહસ બતાવ્યું છે.
Met the guy at Zudio, HSR. A day made with a mix of shopping & vadapav bliss!
An ex-architect, he left the corporate world to revive vadapav’s complete meal charm. Living in Bengaluru is a thrilling ride on the innovation rollercoaster!
@peakbengaluru pic.twitter.com/T0tOxEJ1EK
— Vishwas (@imvishwas_rawat) January 2, 2024
તસ્વીરના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે વડાપાંવ વેચતો આ વ્યક્તિ પહેલા આર્કિટેક્ટ તરીકે નોકરી કરતો હતો પણ વડાપાંવ વેચવા માટે તેને માત્ર નોકરી જ નહીં પણ કોર્પોરેટ વર્લ્ડ જ છોડી દીધુ. હવે તે પોતાના બાઈક પર વડાપાંવ વેચે છે અને પોતાના આ સ્ટાર્ટઅપને મોટુ કરવાના પ્રયત્નમાં લાગ્યો છે.
આમ તો વડાપાંવ વેચવા કોઈ મોટી વાત નથી પણ બેંગલુરૂ જેવા શહેરમાં આ કામ કરવુ થોડી અજીબ વાત છે. કારણ કે આ શહેરમાં સામાન્ય રીતે લોકો કોઈ મોટું સ્ટાર્ટઅપ કરતા જ નજરે આવે છે અથવા તો હાઈ-ટેક વેન્ચર્સ હોય છે પણ આ વ્યક્તિએ જણાવી દીધુ છે ઈનોવેશનના ઘણા પ્રકારે આવી શકે છે.