Viral Video: ‘ॐ’ થી બનાવ્યા ભગવાન શિવ, શખ્સની અદ્ભૂત કળા જોઈ લોકો દંગ રહી ગયા, જુઓ VIDEO

એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ મંત્રમુગ્ધ થયા વગર રહી શકશો નહીં. આવી અદ્દભૂત કલા અને કલાકારો ભાગ્યે જ જોવા મળે છે. તમે પણ જુઓ વીડિયો,

Viral Video: 'ॐ' થી બનાવ્યા ભગવાન શિવ, શખ્સની અદ્ભૂત કળા જોઈ લોકો દંગ રહી ગયા, જુઓ VIDEO
Man Makes amazing art
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Aug 01, 2022 | 11:28 AM

હિંદુ ધર્મમાં, ‘ॐ’ (OM) એક પવિત્ર ધ્વનિ છે, જે અનંત શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે તેના વિના સૃષ્ટિના સર્જનની કલ્પના પણ ન થઈ શકે. તમે ટીવી પર દેવી-દેવતાઓને લગતી સિરિયલોમાં જોયું જ હશે કે કેવી રીતે ઋષિ-મુનિઓ ॐ નો જાપ કરતી વખતે તપસ્યામાં લીન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે ઓમનો જાપ અથવા તેને સતત સાંભળવાથી મન અને આત્માને શાંતિ મળે છે. જો કે, ભગવાન શિવ સાથે જોડાયેલી વસ્તુઓમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ‘ઓમ નમઃ શિવાય’ નો જાપ કરે છે. આવી સ્થિતિમાં તેને ભગવાન શિવનું પ્રતીક પણ ગણી શકાય. આને લગતો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ મંત્રમુગ્ધ થયા વગર રહી શકશો નહીં.

ખરેખર, આ વીડિયોમાં એક વ્યક્તિ બ્લેક બોર્ડ પર ‘ॐ’ લખીને ભગવાન શિવનું સુંદર ચિત્ર બનાવે છે. આવી અદ્દભૂત કલા અને કલાકારો ભાગ્યે જ જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિએ બોર્ડ પર પહેલેથી જ લખ્યું છે અને તે પછી તે પોતાની કળા બતાવવાનું શરૂ કરે છે. તે થોડી જ સેકન્ડમાં ભગવાન શિવનું એવું અદ્ભુત ચિત્ર બનાવે છે કે તેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. જો કે દુનિયામાં ઘણા કલાકારો અને ચિત્રકારો છે, પરંતુ દરેક એટલા ટેલેન્ટેડ નથી હોતા કે તેની કળાના નમૂનાને જોઈને લોકો ‘વાહ’ કહેવા મજબૂર થઈ જાય.

આ અદ્ભુત અને હ્રદયસ્પર્શી વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર sharad_art4u આઈડી નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 7.8 મિલિયન એટલે કે 78 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 7 લાખ 86 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. યુઝર્સ કલાકારના વખાણ કરતા થાકતા નથી. કેટલાક તેને ‘જબરદસ્ત કળા’ કહી રહ્યા છે અને કેટલાક કહે છે કે ‘આજે ઓમનો અર્થ સમજાયો’. સાથે જ આખું કોમેન્ટ બોક્સ ‘હર હર મહાદેવ’ની કોમેન્ટથી ભરાઈ ગયું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati