પાપા ની પરી બાદ હવે પાપાના શહેઝાદાઓની કળા બહાર આવી, જુઓ VIDEO

પેટ્રોલ પંપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક વ્યક્તિ બાઇકને લીવર આપે છે અને બીજી જ ક્ષણે પાછળ રહેલો વ્યક્તિ જોરથી નીચે પડી જાય છે.

પાપા ની પરી બાદ હવે પાપાના શહેઝાદાઓની કળા બહાર આવી, જુઓ VIDEO
Funny viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 7:12 AM

આજના ડિજીટલ યુગમાં સૌથી નજીક મોબાઈલ છે અને લગભગ દરેક પાસે ઈન્ટરનેટ છે. તેનો અર્થ એ છે કે લોકો પાસે હંમેશા સોશિયલ મીડિયા પર શેર કરવા માટે કંઈક ને કંઈક હોય છે. ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર આવા ઘણા વીડિયો છે જેને લોકો વારંવાર શેર કરતા રહે છે. આવો જ એક વાયરલ વીડિયો પણ અમને મળ્યો છે. જેને જોયા પછી તમે પણ ચોક્કસપણે તમારા હાસ્યને કાબૂમાં નહીં રાખી શકો.

આ વાયરલ વીડિયો એક પેટ્રોલ પંપનો છે, જ્યાં પહેલા બધું સામાન્ય લાગે છે. જ્યાં લોકો પોતાની બાઇકમાં પેટ્રેલ ભરવા માટે લાઈન લગાવી રહ્યા છે. ત્યારે અચાનક છોકરા એન્ટ્રી થાય છે. જ્યાં તેની મોટરસાઈકલમાં હવા ભરાઈ રહી છે. આ દરમિયાન તે લીવર આપીને ક્લચ છોડે છે… જેના કારણે બાઇકનું આગળનું વ્હીલ હવામાં ઉડે છે અને મોટરસાઇકલની પાછળની સીટ પર બેઠેલો એક આધેડ વ્યક્તિ ખરાબ રીતે જમીન પર પડી જાય છે, જ્યારે બાઇક બીજી બાઈક પર ચઢી જાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અહીં, વીડિયો જુઓ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘણા લોકો પોતાની મોટરસાઈકલમાં પેટ્રોલ ભરાવી રહ્યા છે. તેની પાછળની વ્યક્તિ વચ્ચે આવે છે. દરમિયાન, એક વ્યક્તિ કોઈપણ કારણ વગર તેની બાઇક ચલાવી રહ્યો છે અને પછી તેણે અચાનક ક્લચ છોડી દીધો. જેના કારણે બાઇકનું આગળનું વ્હીલ હવામાં ઉછળ્યું હતું અને મોટરસાઇકલની પાછળની સીટ પર બેઠેલા વૃદ્ધ વ્યક્તિ ખરાબ રીતે જમીન પર પટકાયા હતા.

આ વીડિયોને ટ્વિટર પર @JaikyYadav16 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખતા સમયે 1.41 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “અરે..અરે..રે, અંકલને ખૂબ જ લાગ્યું હશે.” જ્યારે બીજા યુઝરે લખ્યું, “માતા માટે છોકરાઓ પણ પિતાની પરીથી ઓછા નથી હોતા.” અન્ય એક યુઝરે લખ્યું, ” આ રીતે કોણ બાઈક ચલાવે, ભલા?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">