Viral: શખ્સે બાઈકમાં પંખા લગાવી બનાવ્યું હેલિકોપ્ટર! વીડિયો જોઈ લોકોએ કહ્યું – લાયા બાકી

જ્યારે ઈન્ટરનેટની દુનિયામાં જુગાડને લગતો કોઈ વીડિયો આવે છે ત્યારે તે ખુબ વાયરલ થઈ જાય છે. આવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જ્યાં એક વ્યક્તિએ બાઇકમાં પંખા લગાવીને હેલિકોપ્ટર બનાવ્યું છે.

Viral: શખ્સે બાઈકમાં પંખા લગાવી બનાવ્યું હેલિકોપ્ટર! વીડિયો જોઈ લોકોએ કહ્યું - લાયા બાકી
Weird bike viral videoImage Credit source: Facebook
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 9:57 AM

જુગાડ મામલે આપણે ભારતીયોનો કોઈ જવાબ નથી. પરંતુ એવું લાગે છે કે વિદેશીઓએ પણ આ કૌશલ્ય ભારતીયો પાસેથી શીખ્યા છે. પરંતુ ગમે તેટલું મુશ્કેલ કાર્ય હોય, જુગાડબાઝ તેમાં જુગાડ (Jugaad)ઉમેરીને તેને સરળ બનાવે છે. આ જ કારણ છે કે જ્યારે ઈન્ટરનેટની દુનિયામાં જુગાડને લગતો કોઈ વીડિયો આવે છે ત્યારે તે અંધાધૂંધ વાયરલ થઈ જાય છે. આવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જ્યાં એક વ્યક્તિએ બાઇકમાં પંખા લગાવીને હેલિકોપ્ટર બનાવ્યું છે.

આ વીડિયો ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધી 149 મિલિયન (1 કરોડથી વધુ) વ્યુઝ મળ્યા છે. આ વીડિયો એટલો અદ્ભુત છે, જેને જોયા પછી તમે પણ તમારો પ્રતિક્રિયા આપ્યા વિના રહી શકશો નહીં. વીડિયોમાં વ્યક્તિએ જુગાડ ટેક્નોલોજી દ્વારા આ બાઇકને હેલિકોપ્ટર બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે પાંખો મળ્યા બાદ પણ આ બાઇક ઉડી શકતી નથી અને ન તો તે બાઇક રહી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ તેની બાઇકના આગળના ભાગમાં પ્રોપેલર જોડ્યું છે. જેને તે હાથથી ફેરવીને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરે છે, જ્યારે ત્યાં ઉભેલો બીજો વ્યક્તિ બાઇક સ્ટાર્ટ કરીને તેને ચલાવે છે. મારા પર વિશ્વાસ કરો, તમે આજ પહેલા આવી બાઇક ક્યારેય નહીં જોઈ હોય. જેનું એન્જીન તેના હેન્ડલની આગળ લગાવેલ છે, અને તેની સાથે એક મોટું પ્રોપેલર જોડાયેલ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Propeller Powered Motorcyle

This propeller-powered motorcycle is one of the coolest inventions we’ve ever seen

Professor Pardal Brasil

Posted by Supercar Blondie on Monday, August 1, 2022

આ વીડિયોને ફેસબુક પર Supercar Blondie નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે આ કારનામું કરનાર વ્યક્તિનું નામ પરદાલ બ્રાઝિલ છે, જે એક પ્રોફેસર છે. જેને જોયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, ‘તે ન તો મોટરસાઇકલ બની શકે કે ન તો હેલિકોપ્ટર.’ જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું, ‘મેં મારા જીવનમાં પહેલીવાર આવી બાઇક જોઈ છે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">