Viral Video: શખ્સની ડ્રાઇવિંગ સ્કીલ જોઈને વળી જશે પરસેવો, લોકોએ કહ્યું ‘આ તો હેવી ડ્રાઈવર છે’

હાલમાં સોશિયલ મીડિયા (Social Media)પર એક વીડિયો વાયરલ (Amazing Viral Video) થઈ રહ્યો છે, જેમાં શખ્સની ડ્રાઈવિંગ સ્કિલ જોઈને તમે પણ તેના જબરા ફેન થઈ જશો. વાસ્તવમાં, વાયરલ ક્લિપમાં, આ વ્યક્તિ એવી જગ્યાએ કાર ચલાવી રહ્યો છે કે જોઈને તમે ચોંકી જશો.

Viral Video: શખ્સની ડ્રાઇવિંગ સ્કીલ જોઈને વળી જશે પરસેવો, લોકોએ કહ્યું 'આ તો હેવી ડ્રાઈવર છે'
Amazing Viral Video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Sep 20, 2022 | 2:06 PM

એવા ઘણા લોકો છે જેઓ દાવો કરે છે કે તેમનાથી વધુ સારી રીતે કોઈ ડ્રાઈવિંગ કરી શકતું નથી. દરેક વ્યક્તિ ખુલ્લા રસ્તાઓ પર તો દરેક પોતાની ડ્રાઇવિંગ કુશળતા બતાવી શકે છે. પરંતુ સાંકડા અને દુર્ગમ રસ્તાઓ પર વાહન ચલાવવું એ કોઈ ખેલ નથી. ભલે ત્યાં ટ્રાફિક ન હોય તો પણ વાસ્તવિક ડ્રાઈવિંગ ટેસ્ટ ત્યાં જ થતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ (Amazing Viral Video) થઈ રહ્યો છે, જેમાં શખ્સની ડ્રાઈવિંગ સ્કિલ જોઈને તમે પણ તેના જબરા ફેન થઈ જશો. વાસ્તવમાં, વાયરલ ક્લિપમાં, આ વ્યક્તિ એવી જગ્યાએ કાર ચલાવી રહ્યો છે કે જોઈને તમે ચોંકી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેદાનની વચ્ચે એક મોટી ગટર છે, જેના પર બે લાકડાના ટૂકડા રાખવામાં આવ્યા છે. તમે કલ્પના પણ નહીં કરી શકો કે એક વ્યક્તિ તેના પર કાર ચલાવે છે જેના પર લોકો માટે ચાલવું અને ગટર પાર કરવી મુશ્કેલ છે. મજાની વાત એ છે કે તે કારને રિવર્સમાં ચલાવીને પાર કરે છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. શરૂઆતમાં તમને લાગશે કે આ વ્યક્તિ સીધો ગટરમાં જશે. પરંતુ બીજી જ ક્ષણે જે પણ થાય છે તેનાથી તમે પણ વ્યક્તિની ડ્રાઇવિંગ સ્કિલના દિવાના થઈ જશો.

એક દિવસ પહેલા ટ્વીટર પર શેર કરવામાં આવેલો આ વીડિયો ખળભળાટ મચાવી રહ્યો છે. 2 મિનિટ 18 સેકન્ડના વીડિયોમાં, વ્યક્તિ તેની અદભૂત ડ્રાઇવિંગ કુશળતા દર્શાવે છે. વીડિયોને 4 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 6 હજારથી વધુ લાઈક્સ અને 900 રિટ્વીટ મળ્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. વીડિયો જોયા પછી, લોકો પણ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, આ જોઈને મારું દિલ જોરથી ધડકી રહ્યું છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, ઓહ તેરી કી. શું ડ્રાઇવિંગ છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ઘણા લોકોને તો પાર્કિંગ કરવામાં પણ પરસેવો છૂટી જાય છે. આ વ્યક્તિ અદ્ભુત છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati