ગજબ દોસ્તી ! એક્સિડેન્ટ થયુ છતા દોસ્તના લગ્નમાં ડાન્સ કરવા પહોંચી ગયો આ વ્યક્તિ, જુઓ વાયરલ Video

લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા ફની વીડિયો વાયરલ થતા જોવા મળે છે. આ વીડિયોમાં એક વ્યક્તિ જે રીતે ડાન્સ કરી રહ્યો છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

ગજબ દોસ્તી ! એક્સિડેન્ટ થયુ છતા દોસ્તના લગ્નમાં ડાન્સ કરવા પહોંચી ગયો આ વ્યક્તિ, જુઓ વાયરલ Video
Wedding video goes viral

Funny Video : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં રોજબરોજ કેટલાક ફની વીડિયો વાયરલ થાય છે. કેટલાક વીડિયો એવા હોય છે જેને લોકો વારંવાર જોવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક વીડિયો (Viral Video) જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને જોઈને લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિ હોસ્પિટલના પલંગ પરથી ઊભો થઈને સીધો ડાન્સ (Dance) કરવા પહોંચી ગયો ?

આ હાલતમાં પણ દોસ્તે કર્યો ડાન્સ….

વીડિયોમાં જોઈ શકાય છે કે એક જાન જઈ રહી છે, જ્યાં ઘણા લોકો ડાન્સ કરતા અને ખૂબ એન્જોય કરતા જોવા મળે છે. જો કે આ લગ્નનો વીડિયો ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે જે અજીબોગરીબ રીતે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે અને વ્યક્તિની હાલત જોઈને લોકો દંગ રહી ગયા છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયો જોયા હશે. પરંતુ આ લગ્ન કંઈક અલગ છે. 30 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી DRacarys પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખ્યુ કે, જ્યારે તમારા મિત્રના લગ્ન હોય અને તમારૂ એક્સિડેન્ટ થયુ હોય ત્યારે….

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, ભાઈ આવી હાલતમાં કોણ ડાન્સ કરે ? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, ગજબ દોસ્તી નિભાવી તમે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : આ છોકરાએ ડોગી સાથે કર્યુ ફૂડ ચેલેન્જ ! આ અનોખી ચેલેન્જે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

આ પણ વાંચો: બાળક પહેલા ડોગી બોલતા શીખ્યો ‘મા’, આ ક્યૂટ વીડિયો જોઇને લોકોના ચહેરા પર આવ્યુ સ્મિત !

Click on your DTH Provider to Add TV9 Gujarati