શખ્સે લાકડાના ટૂકડામાંથી બનાવ્યું જબરદસ્ત આર્ટ, જુઓ કળાનો આ અદ્ભૂત Viral Video

આ વીડિયોમાં એક માણસ લાકડું કાપીને ગર્ભમાં ઉછરી રહેલા બાળકની એવી સુંદર આર્ટ બનાવે છે કે તેને જોનાર જોતા રહી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લાકડાને કેટલી સુંદર રીતે કાપીને બિલકુલ માતાના ગર્ભની જેમ બનાવવામાં આવ્યું છે, જેની અંદર એક બાળક પણ ઉછરી રહ્યું છે.

શખ્સે લાકડાના ટૂકડામાંથી બનાવ્યું જબરદસ્ત આર્ટ, જુઓ કળાનો આ અદ્ભૂત Viral Video
Wood Art Viral Video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Sep 22, 2022 | 7:48 PM

દુનિયામાં એકથી એક ચડિયાતા કલાકારો છે, જે પોતાની કળાથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. કેટલાક કાગળ પેન વડે સુંદર ચિત્રો બનાવે છે તો કેટલાક રેતી પર સુંદર આર્ટ બનાવતા જોવા મળે છે. ત્યારે કેટલાક લોકો એવી 3D આર્ટ બનાવે છે કે તેને જોયા પછી લોકો વિચારવા માટે મજબૂર થઈ જાય છે, જ્યારે કેટલાક લોકો લાકડા પર સુંદર આર્ટ બનાવવાના શોખીન હોય છે. આને ‘વુડ આર્ટ’ (Wood Art Viral Video) કહે છે. કોઈપણ લાકડા પર કળા બનાવવી સરળ નથી, પરંતુ જે લોકો આ કળા જાણે છે તેઓ લાકડા પર પોતાની કળા બતાવે છે. આ દિવસોમાં આવો જ આર્ટવર્કનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

વાસ્તવમાં, આ વીડિયોમાં એક માણસ લાકડું કાપીને ગર્ભમાં ઉછરી રહેલા બાળકની એવી સુંદર આર્ટ બનાવે છે કે તેને જોનાર જોતા રહી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લાકડાને કેટલી સુંદર રીતે કાપીને બિલકુલ માતાના ગર્ભની જેમ બનાવવામાં આવ્યું છે, જેની અંદર એક બાળક પણ ઉછરી રહ્યું છે.

આ વૂડ આર્ટ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, બસ વ્યક્તિ તેને વધુ કોતરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી કળામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે. આ કલા ખરેખર કોઈ જાદુ જેવી લાગે છે. લાકડું કાપીને તેની સુંદર કોતરણી કરવી એ દરેક વ્યક્તિના બસની વાત નથી. આ તો થોડીક સેકન્ડનો વીડિયો છે, પરંતુ આ કળાને બનાવવામાં કેટલો સમય લાગ્યો તે તો બનાવનાર કલાકારને જ ખબર.

આ સુંદર વૂડ આર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Artsandcultr નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘ફેન્ટાસ્ટિક વુડ આર્ટ’. માત્ર 10 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે તેને ‘ખુબ સરસ’ આર્ટ બનાવ્યું છે તો કેટલાક તેને ‘હોરર’ કહી રહ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati