ઉર્ફી જાવેદ (Urfi Javed) આ દિવસોમાં સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તેણે પોતાની બોલ્ડ સ્ટાઈલથી બધાને ચોંકાવી દીધા છે. ઉર્ફી ક્યારે શું કરે તે કોઈને ખબર હોતી નથી. સમયની સાથે તે વધુ બોલ્ડ બની છે. ચાહકોને હંમેશા એ વાતની ચિંતા રહે છે કે હવે તે કયો નવો બોમ્બ ફોડશે. જોકે અહીં ઉર્ફીએ કંઈ કર્યું નથી પરંતુ એક શખ્સે ઉર્ફીની નકલ કરી છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Funny Viral Video) થઈ રહ્યો છે.
ઉર્ફી જાવેદ પોતાની ફેશનના કારણે ઘણી વખત ટ્રોલ પણ થાય છે તેમજ ઘણી વખત પાપારાઝી દ્વારા કોઈક સવાલ પર ઉર્ફી ભડકી પણ જાય છે. ત્યારે એક જૂનો વીડિયોમાં ઉર્ફી કપડાને લઈ કમેન્ટ્સ પર પાપારાઝીને કહી રહી છે કે ‘માય ફેશન નો ક્વેશ્ચન’ ત્યારે આ શખ્સ તેની ગજબ નકલ કરી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શખ્સ ટૂંકા કપડા પહેરી પાંદડા ચોંટાડી ફરતો જોવા મળે છે ત્યારે આ શખ્સે ઉર્ફીની ગજબ નકલ ઉતારી હતી. આ વીડિયોમાં શખ્સ ઉર્ફીની જેમ જ નારાજ થઈ ચાલતો જોવા મળે છે. ત્યારે આ ફની વીડિયો જોઈ લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામમાં instantboliiywood નામના આઈડી પર શેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયોને અઢી લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. ત્યારે ઉર્ફીએ ખુદ આ વીડિયો પર કમેન્ટ્સ કરી લખ્યું છે કે માય ફેશન નો ક્વેશ્ચન. તેમજ અન્ય યુઝરે પણ પોતાની પ્રતિક્રિયા આ વીડિયો પર આપી છે.
View this post on Instagram
જો ઉર્ફી જાવેદની વાત કરીએ તો આજે ઉર્ફી જાવેદને કોઈ પરિચયની જરૂર નથી. તમામ મ્યુઝિક વીડિયોમાં, તે આ દિવસોમાં પોતાનો ઝલવા દેખાડી રહી છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહે છે. હંમેશા કંઈક અલગ ફેશન દ્વારા તે ચર્ચામાં રહે છે.