દુનિયામાં એવા ઘણા લોકો છે, જેમને કંઈક નવું, કંઈક અલગ કરવાનો જુસ્સો છે અને કેટલાક લોકો એવા પણ છે જેમની પ્રતિભા જોઈને દુનિયા દંગ રહી જાય છે. તમે પર્વતારોહકોને (Mountaineers) પર્વતો પર ચડતા જોયા જ હશે. આ બહુ મુશ્કેલ કામ છે. કેટલીકવાર લોકો પર્વતો પર સરળતાથી ચઢી જાય છે, જ્યારે ઘણી વખત ચડતી વખતે પગ અથવા હાથ લપસી જાય છે અને લોકો પડી જાય છે. ખાસ કરીને જ્યારે ઢોળાવવાળી ટેકરી પર ચડતા હોવ, પરંતુ શું તમે ક્યારેય એવી વ્યક્તિને જોઈ છે કે જે હાથનો ઉપયોગ કર્યા વિના માત્ર પગથી જ ઢાળવાળી ટેકરી પર ચડી હોય? આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો.
વાસ્તવમાં, આ વીડિયોમાં એક વ્યક્તિ માત્ર પગના સહારે ઢાળવાળી ટેકરી પર ચઢી રહ્યો છે. જાણે કે તે તેનું રોજનું કામ હોય. સામાન્ય રીતે બંને હાથ અને પગનો ઉપયોગ કરતી વખતે, આ રીતે ઢોળાવવાળી ટેકરી પર ચઢવામાં સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે, જ્યારે આ વ્યક્તિ ખૂબ જ સરળતાથી ચઢી રહ્યો હોય તેવું લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ પહેલા પહાડીના એક ખૂણા પર એક પગ મૂકે છે અને ટેકરી પર ચડવા લાગે છે. તે પછી, તે ધીમે-ધીમે ટેકરી ઉપર ચઢે છે જાણે કે તે કોઈ માનવ નહીં પણ ‘પહાડી બકરી’ હોય. પહાડી બકરાઓની વિશેષતા એ છે કે તેઓ ઢાળવાળી ટેકરીઓ પર પણ સરળતાથી ચઢી શકે છે.
He legit climbing like a mountain goat pic.twitter.com/mQEyBbvbQ2
— Extreme Videos (@impresivevideo) October 9, 2022
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @impressivevideo નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘તે પર્વત બકરીની જેમ ચઢી રહ્યો છે’.
40 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 41 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાકે તેને ‘સ્પાઈડર મેન’ કહ્યો છે અને કેટલાક કહે છે કે ‘તે ખરેખર ‘પહાડી બકરી’ છે, તેમાં કોઈ શંકા નથી.