Viral: આ વ્યક્તિએ કૂતરા માટે બનાવેલા ઘરને જોઈ લોકો બોલ્યા આ ‘દયાની પરાકાષ્ઠા’ છે

આ વાયરલ તસવીર દયાની પરાકાષ્ઠા છે, કારણ કે આવી દયા ભાગ્યે જ જોવા મળે છે. આ અદભૂત તસવીર IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

Viral: આ વ્યક્તિએ કૂતરા માટે બનાવેલા ઘરને જોઈ લોકો બોલ્યા આ 'દયાની પરાકાષ્ઠા' છે
Viral Photo (Pic: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 2:36 PM

આજે સોશિયલ મીડિયાનો જમાનો છે. આજકાલ કોઈ પણ વસ્તુ વાયરલ થતા વાર નથી લાગતી. સોશિયલ મીડિયા (Social Media)ના વિવિધ પ્લેટફોર્મ જેમ કે ફેસબુક (Facebook), ટ્વિટર (Twitter) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) વગેરે પર દરરોજ હજારો વીડિયો અને તસવીરો વાયરલ (Viral Photo) થઈ રહી છે.

ખાસ કરીને પ્રાણીઓના ચિત્રો અને વીડિયો. તમે આવા ઘણા વાયરલ વીડિયો જોયા હશે જેમાં લોકો કૂતરા સાથે રમે છે, કૂદતા હોય છે, તેમની સાથે પ્રેમ કરે છે, પરંતુ સોશિયલ મીડિયા પર આજકાલ કૂતરા સાથે જોડાયેલી એક એવી તસ્વીર વાયરલ થઈ રહી છે, જેણે લોકોના દિલ જીતી લીધા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તમે જોયું જ હશે કે સામાન્ય રીતે લોકો પોતાના પાલતુ કૂતરાઓને રહેવા માટે એક નાનું ઘર બનાવે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે પોતાના રહેવા માટે ઘર પણ નથી હોતું, પરંતુ તેમની દરિયાદીલી એવી હોય છે કે, કોઈપણને તેમના દીલ રૂપી ઘરમાં સમાવી રાખવાની શક્તિ છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં પણ આવો જ નજારો જોવા મળી રહ્યો છે.

એક વ્યક્તિ હાથગાડી પર અંધારામાં સૂઈ રહ્યો છે, જ્યારે તેણે ઉપર બીજો ‘ફ્લોર’ બનાવ્યો છે, જેમાં બે કૂતરા રહે છે. ખાસ વાત એ છે કે વ્યક્તિએ તે કૂતરાઓના ઘરને ખૂબ જ શાનદાર રીતે સજાવ્યું છે, તેમાં લાઈટ છે અને બંને કૂતરા આરામથી બેઠા છે. આ વાયરલ તસવીર દયાની પરાકાષ્ઠા છે, કારણ કે આવી દયા ભાગ્યે જ જોવા મળે છે.

આ અદભૂત તસવીર IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘કેટલાક લોકો એટલા ગરીબ હોય છે કે તેમની પાસે આપવા માટે માત્ર ‘પૈસા’ હોય છે અને કેટલાક દિલના એટલા અમીર હોય છે. લોકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. આ અંગે લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ કરી છે.

જ્યાં એક યુઝરે લખ્યું છે કે, ‘દિલ અને કલેજુ હોવું જોઈએ, અમીરી માટે પૈસાની જરૂર નથી, હૃદયથી સમૃદ્ધ વ્યક્તિ દરેક માટે દયાળુ અને મદદગાર હોય છે’, જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું કે તેણે બીજા માળે ફ્લેટ લીધો છે. આમ અન્ય ઘણા લોકોએ પણ તસવીર જોઈને કોમેન્ટ કરી છે.

આ પણ વાંચો: Success Story: સોનીપતથી ગુજરાતમાં ટ્રાન્સફર થતાં નોકરી છોડી, ખેતી અપનાવી નોકરી કરતા મેળવી ચાર ગણી આવક

આ પણ વાંચો: Technology: વર્ષ 2021માં Twitter એ રજૂ કર્યા આ અદ્ભુત ફીચર્સ, જાણો શું છે ખાસિયત

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">