Viral Video: શખ્સે એવી જગ્યાએ ચલાવી બાઈક કે જોઈને બધા રહી ગયા દંગ, લોકોએ કહ્યું- અસલી ખતરો કા ખિલાડી

આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને અસલી 'ખતરોં કા ખિલાડી' કહી શકાય, કારણ કે તેણે જે જગ્યાએ બાઇક ચલાવી છે, ત્યાં કોઈને પણ બાઈક ચલાવવામાં પરસેવો છૂટી જશે.

Viral Video: શખ્સે એવી જગ્યાએ ચલાવી બાઈક કે જોઈને બધા રહી ગયા દંગ, લોકોએ કહ્યું- અસલી ખતરો કા ખિલાડી
Stunt Viral videoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 8:54 AM

દુનિયામાં સ્ટંટમેનની કમી નથી. એવા સ્ટંટ (Stunt Viral video) કરનાર લોકો છે જે પોતાની પ્રતિભાથી દુનિયાને ચોંકાવી દે છે. ત્યારે કેટલાક સ્ટંટમેન એવા હોય છે જે ફક્ત ટાઈમપાસ કરવા માટે સ્ટંટ કરે છે, પરંતુ તેમના સ્ટંટ ક્યારેક નિષ્ફળ જાય છે અને આવી સ્થિતિમાં તેઓ ગંભીર અકસ્માતનો શિકાર પણ બને છે. ખાસ કરીને બાઇક પરથી સ્ટંટ બતાવનારાઓ સાથે આવું ઘણીવાર જોવા મળે છે. લોકો પોતાની જાતને સંતુલિત કરી શકતા નથી અને અકસ્માતનો ભોગ બને છે. તેનાથી વિપરિત, કેટલાક લોકો એવા છે જેમને જ્યાં પણ બાઇક ચલાવવા માટે આપવામાં આવે છે, તેઓ તે જગ્યાએ એકદમ ફિટ થઈ જાય છે. આજકાલ સોશિયલ મીડિયા (Social Media)પર આવા જ એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને અસલી ‘ખતરોં કા ખિલાડી’ કહી શકાય, કારણ કે તેણે જે જગ્યાએ બાઇક ચલાવી છે, ત્યાં કોઈને પણ બાઈક ચલાવવામાં પરસેવો છૂટી જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બ્રિજ સંપૂર્ણપણે તૂટી ગયો છે, માત્ર એક નાની અને પાતળી રેલિંગ બાકી છે. આવી સ્થિતિમાં, સાયકલ અથવા બાઇક દ્વારા આ બાજુથી તે બાજુ જવું શક્ય નથી, પરંતુ એક વ્યક્તિ તે શક્ય બનાવે છે અને આ જગ્યાએ બાઇક ચલાવીને બધાને આશ્ચર્યચકિત કરે છે. તે પહેલા કિનારા પર ઉભા રહીને બેલેન્સ કરે છે અને પછી તે જ રસ્તે બાઇક સાથે નીકળે છે અને તે બાજુથી ઉતાવળે ચાલીને આગળ વધે છે. આવા બાઇકર્સ ભાગ્યે જ જોવા મળે છે. આ વીડિયો એકદમ આશ્ચર્યજનક છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
View this post on Instagram

A post shared by Raju Hari (@harishraj1942)

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર harishraj1942 નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 3.5 મિલિયન એટલે કે 35 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2 લાખ 78 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. જો કોઈ વ્યક્તિના આત્મવિશ્વાસને સલામ કરે છે, તો કોઈ કહે છે કે ‘આવું ન કરો, તમને જોઈને બીજા પણ આવું કરશે’.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">