વાયરલ વીડિયો: રસ્તા પર બાળકે બતાવ્યું ગજબ ટેલેન્ટ, જોવા માટે લોકોની લાગી ગઈ ભીડ

હાલમાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં બાળકે દેશી જુગાડ સાથે જે અદભુત સંગીત વગાડ્યું છે તે પ્રશંસનીય છે. વીડિયો જોયા પછી ચોક્કસ તમે પણ તેના ફેન બની જશો.

વાયરલ વીડિયો: રસ્તા પર બાળકે બતાવ્યું ગજબ ટેલેન્ટ, જોવા માટે લોકોની લાગી ગઈ ભીડ
Amazing Viral Video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 20, 2022 | 1:22 PM

આજકાલ બાળકો પણ ગજબ ટેલેન્ટેડ થઈ ગયા છે. જેને જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ જાય છે. હવે તો નાના બાળકો પણ સિંગિગ અને ડાન્સ વગેરેમાં એક્સપર્ટ બની ગયા છે. એટલા માટે ટીવી પર સિંગિંગ અને ડાન્સિંગને લગતા ઘણા શો ચાલી રહ્યા છે, જેમાં બાળકોનું અદભૂત ટેલેન્ટ જોઈને લોકો દાંત નીચે આંગળી દબાવવા માટે મજબૂર થઈ જાય છે. બાળકો પણ હવે વિવિધ પ્રકારના સંગીતના સાધનો વગાડવા લાગ્યા છે. આનું તાજેતરનું ઉદાહરણ હાલમાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં બાળકે દેશી જુગાડ સાથે જે અદભુત સંગીત વગાડ્યું છે તે પ્રશંસનીય છે. વીડિયો જોયા પછી ચોક્કસ તમે પણ તેના ફેન બની જશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાના કિનારે બેઠેલા એક બાળકે પ્લાસ્ટિકના બોક્સમાંથી ડ્રમ બનાવ્યો છે અને તેને એટલી સુંદર રીતે વગાડી રહ્યો છે કે જાણે તે કોઈ વાસ્તવિક ડ્રમ વગાડતો હોય. તેના દેશી જુગાડ ડ્રમમાંથી નીકળતી સુંદર ધૂન અદ્ભુત છે. આવા પ્રતિભાશાળી બાળકો ભાગ્યે જ જોવા મળે છે.

ઘણા એવા બાળકો છે જેઓ આર્થિક રીતે નબળા છે, પરંતુ તેઓ ટેલેન્ટથી ભરપૂર છે. આવી સ્થિતિમાં કેટલીકવાર તેઓ રસ્તાઓ પર પણ દુનિયાને તેમની પ્રતિભા બતાવવાનું શરૂ કરે છે અને બદલામાં મળેલા થોડા પૈસાથી પોતાનું અને તેમના પરિવારનું ભરણપોષણ કરે છે. વીડિયોમાં દેખાતો બાળક પણ આવો જ દેખાય છે. તે ગરીબ હોઈ શકે છે, પરંતુ તેની પાસે અદ્ભુત કળા છે. ડ્રમ વગાડવાની તેની અદભૂત કુશળતાથી જ તે લોકોને પોતાની તરફ આકર્ષે છે. તેને સાંભળવા માટે ત્યાં ભીડ એકઠી થયેલી જોવા મળે છે.

બાળકનો આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TansuYegen નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 36 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 96 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 15 હજાર લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati