TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ધરતી, બિલાડી અને ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ?

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': ધરતી, બિલાડી અને ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ?
Tv9 Gujarati 'Hasya no Dayro'

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 22, 2022 | 5:39 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

ગુપ્તાજીએ ભૂલમાં “રોઝ ડે” પર પોતાની પાડોશીની પત્નીને ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન આપી દિધું.

પાડોશીની પત્ની એ ગુસ્સામાં ગુપ્તાજીનાં ગાલ પર કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન આપી દિધું.

હવે ગુપ્તાજીની પત્ની આપનું ચૂંટણી ચિહ્ન લઈને ગુપ્તાજીને શોધી રહી છે.

………….. અને ગુપ્તાજી સમાજ વાદી પાર્ટીનું ચૂંટણી ચિહ્ન લ્ઈન ફરાર થઈ ગયા છે.

………………………………………………………………………………………………….

ફર્સ્ટ વેવમાં કોઈ કોરોના પોઝિટિવ સાજુ થઈ ને ઘરે આવતું તો આખું બિલ્ડિંગ થાળી વગાડીને સ્વાગત કરતું.

થર્ડ વેવમાં તો ઘરવાળા પણ સિરિયસલી નથી લેતા બોલો …

🤦🏻‍♂️😄😀😂

………………………………………………………………………………………………….

બોલો તમને ખબર છે ? ધરતી, બિલાડી અને ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? .

“ધરતી માતા છે, બિલાડી માસી છે ને ચાંદો મામા છે”

Market તૂટે ત્યારે બેઠાં બેઠા આવા આવા વિચારો આવે છે

……………………………………………………………………………………………..

એક ભાઈના નવા જ લગ્ન થયેલા, પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી.. અચાનક ભાઈને યાદ આવ્યું કે રોટલી બનાવવાનાં પાટલાનો અવાજ કેમ નથી આવતો?

કારણ કે લગ્ન પહેલાં તે રસોઈ બનાવતો. તેને ખબર હતી કે પાટલાનો એક પગ ટૂંકો હોવાને કારણે રોટલી વણતી વખતે કાયમ પાટલાનો ટક ટક અવાજ આવતો..

રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયું તો પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલાના ત્રણેય પગા અલગ પડયા હતા..

ભાઈએ પત્ની ને પૂછ્યું.. ” તેં આ શું કર્યું ? ”

પત્ની : પાટલો સીધો નહોતો રહેતો અને ટક ટક કરતો હતો, તેથી મેં ત્રણેય પગા તોડી નાખ્યા..

આ મારી સ્ટાઇલ છે.. “મને ટક ટક બિલકુલ પસંદ નથી”..

બસ એ દિ ને આજની ઘડી.. ભાઈ સમજી ગયા.. આપણી પાસે તો બે જ પગ છે..

|| ચુપ રહો – ખુશ રહો ||

😜 😜 😜

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

બેલ્જિયમના સરકારી કર્મચારીઓને હવે કામના કલાકો પછી બોસની અવગણના કરવાનો અધિકાર

આ પણ વાંચો –

Assembly Elections 2022: શું રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ ચાલુ રહેશે? કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે આજે ચૂંટણી પંચની મહત્વની બેઠક

આ પણ વાંચો –

Viral Video: લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા રિપોર્ટરને કારે મારી ટક્કર, છતા તેણે ચાલુ રાખ્યુ રિપોર્ટિંગ !

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati