ખાણમાં કામ કરી રહ્યા હતા મજૂર, ખોદકામમાં મળ્યા બે હીરા અને બની ગયા લખપતિ

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક ગામના મજૂરને ખાણમાંથી બે કિંમતી હીરા મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને હીરાની કિંમત આસાર 35 લાખ જેટલી છે.

ખાણમાં કામ કરી રહ્યા હતા મજૂર, ખોદકામમાં મળ્યા બે હીરા અને બની ગયા લખપતિ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 23, 2021 | 4:34 PM

કહેવાય છે કે ભગવાન જ્યારે પણ આપે છે બે હાથે આપે છે. આવું જ કંઇક મધ્યપ્રદેશના પાંચ મજૂર સાથે બન્યું છે. તેમને ખોદકામ કરતી વખતે ખાણમાંથી બે કિંમતી હીરા મળી આવ્યા હતા.

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક ગામના મજૂરને ખાણમાંથી બે કિંમતી હીરા મળી આવ્યા છે. આ હીરા મળ્યા બાદ કહેવાય છે કે મજૂર અને તેના સાથીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનવા જઈ રહ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સંજયકુમાર મિશ્રાએ સોમવારે જણાવ્યું હતું કે ઇટવા ખાસ ગામના રહેવાસી ભગવાનદાસ કુશવાહ અને તેની સાથે કામ કરતા મજૂરોને સોમવારે ખાણમાં ખોદકામ કરટી વખતે 7.94 કેરેટ અને 1.93 કેરેટના બે કિંમતી હીરા મળી આવ્યા હતા.

તેમણે માહિતી આપી હતી કે માર્ચના બીજા સપ્તાહમાં વહીવટી તંત્ર દ્વારા અન્ય હીરાની સાથે આ બંને હીરાની પણ હરાજી કરવામાં આવશે. હરાજીથી મળેલી રકમમાંથી સરકારની આવક કાપવામાં આવશે અને બાકીની રકમ કુશવાહ અને તેના સાથી કામદારોને આપવામાં આવશે. કુશવાહએ પત્રકારોને જણાવ્યું હતું કે તેણે સ્થાનિક હીરાની ઓફિસમાં બંને હીરા જમા કરાવ્યા હતા. તેણે જણાવ્યું કે આ બે કિંમતી હીરા મળ્યા તે દરમિયાન તેમના સહિત પાંચ કામદારો ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આમાંથી મળતી રકમ તેના પરિવારની સમસ્યાઓને દુર કરશે અને નાણાંનો ઉપયોગ બાળકોના શિક્ષણમાં થઈ શકે છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

નિષ્ણાંતોએ આ હીરાની કિંમત 35 લાખ રૂપિયા સુધી હોવાનો અંદાજ લગાવી રહ્યા છે. મધ્ય પ્રદેશનો પન્ના જિલ્લો હીરાની ખાણ માટે પ્રખ્યાત છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">