બાળકની ગજબની તીરંદાજી, અદ્ભૂત ટેલેન્ટનો આ Viral વીડિયો લોકો જોઈ રહ્યા છે વારંવાર

બાળકની ગજબની તીરંદાજી, અદ્ભૂત ટેલેન્ટનો આ Viral વીડિયો લોકો જોઈ રહ્યા છે વારંવાર
kid awesome archery (Viral Video Image)

વીડિયોમાં દેખાતો આ નાનો બાળક એટલી સરળતાથી તેના બંન્ને પગ વડે તીરંદાજી કરી કે જોનારને પળવાર પણ ન લાગે કે આ કોઈ બાળક છે જોતા એવું જ લાગે કે કોઈ નેશનલ કે ઈન્ટરનેશલ તીરંદાજીનો ખેલાડી હોય.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Mar 03, 2022 | 2:45 PM

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા પ્રકારના વીડિયો વાયરલ (Viral Video) થતા રહેતા હોય છે, જેમાં કોઈ ડાન્સના તો કોઈ અજીબ કરતબના ત્યારે ઘણી વખત આ વીડિયો આપણને હસાવીનો લોટપોટ કરી દે છે તો ઘણી વખત ઈમોનશલ પણ કરી દે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ બાળકના અદ્ભૂત ટેલેન્ટનો વીડિયો વાયરલ થયો છે, જેમાં આ બાળક પોતાની તીરંદાજીથી બધાને ચોંકાવી દે છે. ખરેખર ટેલેન્ટની કોઈ ઉંમર હોતી નથી બસ સખત અભ્યાસથી તમે કોઈ પણ ઉંમરે ગમે તે ક્ષેત્રમાં પારંગત થઈ શકો છો.

વીડિયોમાં દેખાતો આ નાનો બાળક એટલી સરળતાથી તેના બંન્ને પગ વડે તીરંદાજી કરી કે જોનારને પળવાર પણ ન લાગે કે આ કોઈ બાળક છે જોતા એવું જ લાગે કે કોઈ નેશનલ કે ઈન્ટરનેશલ તીરંદાજીનો ખેલાડી હોય, ત્યારે આ બાળકે પોતાના હાથ પર ઉભા રહી આ ગજબનું કારનામું કરી બતાવ્યું છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક પહેલા તેના બે હાથ સામે રાખેલા બેન્ચ પર રાખે છે અને એક પગમાં રાખેલું તેનું તીર લે છે અને ખુબ જ સરળતાથી તેના બે પગ હવામાં ઉપર કરી અને એક પગ વડે બેલેન્સ કરી અને બીજા પગે નિશાન સાધે છે. ત્યારે આ જોઈને આશ્ચર્ય એટલા માટે થાય છે કારણ કે ઘણા લોકો માટે તેમના બે હાથ વડે પણ નિશાન સાધવું મુશ્કેલ હોય છે. એવામાં આ બાળક પોતાના પગ વડે નિશાન લગાવે છે.

આ વીડિયોને Linkedin પર Hayat KOUIDER એ શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘સરળ વસ્તુઓને પરફેક્ટ રીતે કરવા માટે ધૈર્ય ધરાવતા લોકો જ મુશ્કેલ વસ્તુઓને સરળતાથી કરવા માટે કુશળતા પ્રાપ્ત કરે છે’ ત્યારે આ વીડિયોને અત્યાર સુધીમાં 3 હજારથી વધુ વ્યુઝ અને 200થી વધારે કમેન્ટ્સ મળી છે.

જો લોકોની પ્રતિક્રિયાની વાત કરીએ તો આ વીડિયો પર લોકોએ કમેન્ટ્સ કરતા એક યુઝરે લખ્યું છે કે ‘વાહ વોટ અ સુપર સ્કીલ’ બીજા યુઝરે લખ્યું ‘આ ખુબ જ સરસ વીડિયો છે’ એવી જ રીતે ઘણા લોકોએ આ વીડિયો પર પોતાના રિએક્શન આપ્યા છે. ત્યારે સરેરાશ આ વીડિયો લોકોને ખુબ પસંદ આવ્યો છે અને લોકો આ બાળકના ટેલેન્ટના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Ukraine Farmer Tank: રશિયાની ટેન્કને ટ્રેક્ટરથી ચોરી ગયો યુક્રેનનો ખેડૂત, જોતા રહી ગયા સૈનિકો

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ ભવનમાં આરોગ્ય વનમનું થયું ઉદ્ઘાટન, જાણો શું છે તેની વિશેષતાએ અને સામાન્ય લોકોને શું થશે ફાયદો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati