Kam Ni Vaat : આધાર કાર્ડમાં નવા ઘરનું સરનામું કેવી રીતે કરશો અપડેટ ? જાણો સૌથી સરળ રીત

ઘર બદલ્યા બાદ આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા હવે નહીં ખાવા પડે આધાર ઓફિસના ધક્કા. ઘરે બેઠા સરળ પ્રોસેસથી થઈ જશે તમારૂ કામ.

Dipali Barot
| Edited By: | Updated on: May 03, 2022 | 2:23 PM

આધાર કાર્ડ (Aadhar card) ભારતીય દરેક નાગરીકો માટે એક જરૂરી દસ્તાવેજ છે. કેન્દ્ર સરકારે દેશના દરેક નાગરિક માટે આધાર કાર્ડને જરૂરી કરી દીધુ છે. આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે. આધાર કાર્ડમાં દરેક નાગરિકની પ્રાથમિક તમામ વિગતો હોય છે. આ કાર્ડનું સાચું હોવું અને અપડેટ (Aadhar update) હોવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમે તમારું ઘર બદલ્યું છે તો તરત જ તમારું આધારમાં સરનામું (Address) પણ બદલી દો. નહીં તો ઘણી બધી બાબતોમાં સમસ્યા ઊભી થઈ શકે છે. આધારમાં એડ્રેસ બદલવાની પ્રક્રિયા હવે ઓનલાઈન (Online) થઈ ગઈ છે. તમે UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જઈને ખૂબ જ સરળતાથી સરનામું બદલી શકો છો. તો ચાલો જાણીએ કે તમે આધાર કાર્ડમાં એડ્રેસ કેવી રીતે અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડમાં સરનામું બદલવાની રીત

  1. સૌ પ્રથમ UIDAIની સત્તાવાર વેબસાઇટ www.uidai.gov.in પર જાઓ.
  2.  જેમાં My Aadhaar Section પર ક્લિક કરો.
  3.  અહીં તમને Update Your Aadhaar કૉલમ દેખાશે.
  4.  જેમાં તમારે Update Demographics Data Online પર ક્લિક કરવાનું રહેશે.
  5.  આ પછી UIDAIનું સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ (SSUP) www.ssup.uidai.gov.in તમારી સામે ખુલશે.
  6.  અહીં તમારે Proceed to Update Aadhaar વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  7.  હવે તમને આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવા માટે કહેવામાં આવશે.
  8.  આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. OTP દાખલ કરો અને સબમિટ કરો.
  9.  OTP દાખલ કર્યા પછી તમારે Update Demographics Data પર ક્લિક કરવું પડશે.
  10.  તે પછી તમારે એડ્રેસ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ Proceed પર ક્લિક કરો.
  11.  હવે તમને અહીં તમારું જૂનું સરનામું દેખાશે અને નીચે કેટલીક વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે અને માન્ય દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.
  12.  સરનામું ફરી એકવાર પ્રીવ્યૂ કરો અને તે પછી બાદમાં ફાઈલ સબમિટ કરો.
  13.  આ પછી તમને અપડેટ રિક્વેસ્ટ નંબર એટલે કે URN મળશે જેની મદદથી તમે UIDAI વેબસાઇટ પર સ્ટેટસ ચેક કરી શકો છો.
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">