Kam Ni Vaat : UPI ફ્રોડથી કેવી રીતે બચશો ? કેવી રીતે થાય છે છેતરપિંડી ? જાણો તમારા કામની વાત

સાયબર ઠગ તમને SMS દ્વારા બેંકની નકલી URL કે પેમેન્ટ લિંક મોકલીને કરી શકે છે ઠગાઈ, જાણો તેનાથી બચવાના ઉપાય

Dipali Barot
| Edited By: | Updated on: May 13, 2022 | 7:58 AM

કેન્દ્ર સરકાર (Central Government) તરફથી લોકો ડિજિટલ પેમેન્ટ (Digital payment) તરફ વધે તે માટે ખાસ અભિયાન ચલાવાય છે અને આ અભિયાનના લીધે લોકો હવે અલગ અલગ UPI એપ્સ (UPI apps) નો ઉપયોગ કરતા થયા છે. તમે પણ UPI એપનો ઉપયોગ કરતા જ હશો. પણ સાવધાન,,કારણ કે તમારા પર છે સાયબર ઠગની નજર. જાણો કેવી રીતે સાયબર ઠગ તમારી સાથે કરી શકે છે ઠગાઈ. સાયબર ઠગ તમને SMS દ્વારા નકલી બેંક URL કે પેમેન્ટ લિંક મોકલી કરી શકે છે ઠગાઈ (Cyber ​​Crime).

કેવી છે સાયબર ઠગોની જાળ ?

  1.  સાયબર ઠગ તમને SMS દ્વારા નકલી બેંક URL કે પેમેન્ટ લિંક (Payment link) મોકલે છે.
  2.  જ્યારે તમે તેની પર ક્લિક કરો છો તો તે તમને તમારા ફોનની UPI એપ જેવું દેખાવા લાગે છે.
  3.  આ દરમિયાન તમને ઓટો ડેબિટ (Auto Debit) માટે કોઈ એક UPI એપ પસંદ કરવાનું કહેવામાં આવે છે.
  4.  જેવી તમે તેની મંજૂરી આપો છો તમારી UPI એપ દ્વારા તરત પૈસા કપાઇ જાય છે.
  5.  આ ઉપરાંત, નકલી URL પર ક્લિક કરવાથી તમારો ફોન વાયરસ કે માલવેરનો શિકાર પણ બની શકે છે.
  6.  આ પ્રકારના માલવેર (Malware) નો ઉપયોગ તમારા ડિવાઇસમાં સ્ટોર કરવામાં આવેલી તમારી ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન (Financial Information) ને ચોરવા માટે કરવામાં આવે છે.

UPI ટ્રાન્ઝેક્શન (UPI transaction) સતત વધી રહ્યા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (National Payment Corporation of India) ના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન UPI દ્વારા 75.6 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા. તો આ સમયગાળા દરમિયાન એવરેજ માસિક ટ્રાન્ઝેક્શન 6.3 લાખ કરોડ રૂપિયાનું હતું.

જો તમે પણ નિયમિત રીતે UPIનો ઉપયોગ કરો છો તો તમારે સાયબર ફ્રોડ (Cyber ​​fraud) થી બચવા સાવધાન રહેવું જોઇએ. જેના માટે એ જાણવું જરૂરી છે કે સાયબર ઠગ કેવી રીતે તમને છેતરપિંડીની શિકાર બનાવે છે.

કેવી રીતે થાય છે UPI ફ્રોડ ?

  1.  સાયબર ઠગ તમને પૈસાની કે અન્ય લાલચ આપી SMS દ્વારા નકલી બેંક URL કે પેમેન્ટ લિંક મોકલે છે.
  2.  સાયબર ઠગ તમને ક્યૂઆર કોડને સ્કેન કરવાનું કહેશે.
  3.  ક્યૂઆર કોડ સ્કેન કરશો તો 2FA માંગવામાં આવશે.
  4.  ત્યારબાદ પેમેન્ટ રિકવેસ્ટ એક્સેપ્ટ કરવાનું પણ કહે છે.
  5.  પેમેન્ટ રિકવેસ્ટ એક્સેપ્ટ કરશો ત્યારે પિન માંગવામાં આવશે.
  6.  જેવો તમે UPI પિન નાંખશો તમારા પૈસા કપાઇ જશે.

આ પ્રકારના ફ્રોડથી બચવા માટે કેટલીક બાબતોને સમજવી અને ઓનલાઈન પેમેન્ટના નિયમોને જાણવા ખુબ જ જરૂરી છે.. તો ચાલો જાણી લઈએ

UPI ફ્રોડથી કેવી રીતે બચશો?

–  પેમેન્ટ સ્વીકાર કરવા માટે કોઇ QR કોડ સ્કેન કરવા કે રિકવેસ્ટ એક્સેપ્ટ કરવાની જરૂર નથી હોતી.
– OTP, પાસવર્ડ, MPIN, UPI પિન જેવી ચીજો માત્ર ડેબિટ માટે જ જરૂરી હોય છે ક્રેડિટ માટે નહીં.
– આ ઉપરાંત તમારી ફાઇનાન્શિયલ ડિટેલ શેર કરવાને લઇને હંમેશા સતર્ક રહો.
– સ્પામ મેસેજ પર ક્લિક કરવાથી બચો, તેના દ્વારા તમારા ડેટાની ચોરી થઇ શકે છે.
– કોઇપણ રેન્ડમ પેમેન્ટ લિંક પર ક્લિક ન કરો.

બસ આટલી સાવધાની તમારી સલામતી માટે જરૂરી છે.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">