Kam Ni Vaat : ફક્ત 7 રૂપિયા બચાવીને મેળવો 60 હજાર પેન્શન, Tax માં પણ મળશે છૂટ, જાણો સરકારની આ મહત્વપૂર્ણ યોજના વિશે

જો તમે તમારા રિટાયેરમેન્ટને સિક્યોર કરવા માગો છો તો સરકારની અટલ પેન્શન યોજના આપને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.

Dipali Barot
| Edited By: | Updated on: Apr 25, 2022 | 8:45 PM

વૃદ્ધાવસ્થામાં ખર્ચની ચિંતા દરેકને હોય છે, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે પણ રિટાયેરમેન્ટને (Retirement) સિક્યોર રાખવા માટે સુરક્ષિત રોકાણ (Secure investment) કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સરકાર એક મહત્વપૂર્ણ યોજના ચલાવી રહી છે. જે આપના રિટાયેરમેન્ટને સિક્યોર કરવામાં આપને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ યોજના છે અટલ પેન્શન યોજના (Atal Pension Yojana- APY). જેમાં તમે પૈસા લગાવી શકો છો. અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી.

જો કે, તે સમયે આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે 18 થી 40 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ (Investment) કરીને પેન્શન (Pension) મેળવી શકે છે. જેનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે તેઓ સરળતાથી તેમાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં થાપણદારો (Depositors) ને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થાય છે.

શું છે અટલ પેન્શન યોજના

અટલ પેન્શન યોજના (Atal Pension Scheme) એક સરકારી યોજના છે. યોજનામાં કરવામાં આવેલુ રોકાણ તમારી વય પર આધારિત છે. આ યોજના હેઠળ તમને ઓછામાં ઓછા 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા માસિક પેન્શન (Monthly Pension) મળી શકે છે. આ એક સુરક્ષિત રોકાણ (Secure Investment) છે. આ યોજનામાં જો તમે રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો તમારી પાસે સેવિંગ્સ એકાઉન્ટ, આધાર નંબર અને એક મોબાઈલ હોવો જોઈએ. 18 થી 40 વર્ષના લોકો અટલ પેન્શન યોજનામાં પોતાનું નામાંકન કરાવી શકે છે.

આ માટે અરજદારનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું આવશ્યક છે. એ પણ ધ્યાનમાં રાખો કે તમારી પાસે માત્ર એક અટલ પેન્શન ખાતું હોઈ શકે છે. આ યોજના હેઠળ તમે જેટલા જલ્દી રોકાણ કરશો તેટલો વધુ તમને ફાયદો મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની વયમાં અટલ પેન્શન યોજના સાથે જોડાય છે તો તેને 60 વર્ષની વય પછી દર મહિને 5000 રૂપિયા માસિક પેન્શન માટે, દર મહિને ફક્ત 210 રૂપિયા જમા કરવા પડશે. આ રીતે આ યોજના સારો પ્રોફીટ આપનારી યોજના છે.

જાણો અટલ પેન્શન યોજનાના લાભ

  1. જો તમે આ સ્કીમમાં દરરોજ 7 રૂપિયા જમા કરો છો તો તમને દર મહિને 5000 રૂપિયા પેન્શન મળી શકે છે.
  2. આ ઉપરાંત દર મહિને 1000 રૂપિયાના માસિક પેન્શન માટે દર મહિને માત્ર 42 રૂપિયા જમા કરાવવાના રહેશે.
  3. દર મહિને 2000 રૂપિયાના પેન્શન માટે દર મહિને માત્ર 84 રૂપિયા જમા કરાવવાના રહેશે.
  4. આવી જ રીતે મહિને 3000 રૂપિયાના પેન્શન માટે દર મહિને 126 રૂપિયા જમા કરાવવાના રહેશે.
  5. 4000 રૂપિયાનું માસિક પેન્શન તમે મેળવવા માગો છો તો 168 રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે.

ટેક્સ બેનિફિટ (Tax benefit) નો પણ મેળવી શકો છો લાભ

  1.  આ યોજનામાં રોકાણ કરનારા લોકોને IT એક્ટ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ પણ મળે છે.
  2.  તેમાંથી ટેક્સેબલ ઈન્કમ ઘટાડવામાં આવે છે.
  3.  કેટલાક મામલામાં 50,000 રૂપિયા સુધીનો વધારાનો ટેક્સ બેનિફિટ મળે છે.
  4.  એકંદરે આ યોજનામાં રૂ. 2 લાખ સુધીનુ ડિડક્શન મળે છે.

આ યોજના સાથે જોડાયેલ કોઈ વ્યક્તિનું 60 વર્ષ પહેલા મૃત્યુ થાય છે તો તેમાં કઈ જોગવાઈ છે તે પણ જાણી લો.

60 વર્ષ પહેલાં મૃત્યુ થાય તો શુ ?

આ યોજનામાં એવી જોગવાઈ છે કે જો યોજના સાથે સંકળાયેલ વ્યક્તિનું 60 વર્ષ પહેલા મૃત્યુ થાય છે,
– તો તેની પત્ની/પતિ આ યોજનામાં પૈસા જમા કરવાનું ચાલુ રાખી શકે છે અને 60 વર્ષ પછી દર મહિને પેન્શન મેળવી શકે છે.
– એક વિકલ્પ એવો પણ છે કે તે વ્યક્તિની પત્ની તેના પતિના મૃત્યુ પછી એક સાથે પુરી રકમનો દાવો કરી શકે છે.
– જો પત્નીનું પણ મૃત્યુ થાય છે તો તેના નોમિનીને એક સામટી રકમ આપવામાં આવે છે.

 

આ પણ વાંચો : Kam Ni Vaat : PM Kisan Schemeના લાભાર્થીએ ઘરે બેઠા કેવી રીતે કરવું e-KYC, કેવી રીતે જાણી શકશો સ્ટેટસ, જાણો સરળ સ્ટેપ

આ પણ વાંચો : Kam ni vaat : સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં આ નિયમમાં આવેલા ફેરફારથી જાણો દિકરીઓને શું થશે ફાયદો

Follow Us:
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
g clip-path="url(#clip0_868_265)">