દરેક યુવકનું સપનું હોય છે કે તેની પાસે રોજગારનું સાધન હોય જેથી તે પોતાના સપના પૂરા કરી શકે, પરંતુ ઘણી વખત લોકો સ્કેમર્સના ચક્કરમાં ફસાઈ જાય છે. ઈન્ટરનેટ પર આવી અનેક વેબસાઈટ એક્ટિવ છે, જે નોકરી અપાવવાના બહાને લોકોને છેતરે છે અને ફોન પર ડાયરેક્ટ લીંક આપીને લોકોને ફસાવે છે, હવે એવું જરૂરી નથી કે નોકરી શોધી રહેલા યુવાનો સાથે જ આવું થાય. આ લોકો એવા લોકોને મેસેજ કરે છે જેમની પાસે પહેલેથી જ નોકરી છે. આવો જ મેસેજ એક સરકારી અધિકારી (IFS officer)ને પણ મળ્યો હતો. જે હવે ઝડપથી વાયરલ ( Viral Post)થઈ રહ્યો છે.
જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)થી લઈને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS)અધિકારીઓની ટ્વિટ દરરોજ ટ્વિટર પર ચર્ચામાં હોય છે. હવે આ ટ્વીટ જુઓ જે સામે આવ્યું છે કે જ્યાં એક IFS અધિકારીને નકલી નોકરીનો સંદેશ મળ્યો અને તેને તેના હેન્ડલ પર શેર કર્યો. જેને જોઈને યુવાનો નોકરીના નામે છેતરપિંડીનો શિકાર બનવાથી બચી શકે છે.
Finally got the job offer. Now confused what to do. pic.twitter.com/zTm79pbVZg
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 11, 2022
અધિકારી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરમાં તમે જોઈ શકો છો કે તેમને ₹9,700ના પગાર સાથે નોકરીની ઓફર કરવામાં આવી છે, જેને શેર કરતા તેમણે લખ્યું, ‘આખરે મને જોબની ઓફર મળી… શું કરવું તે મૂંઝવણ છે..! આ ટ્વીટ લખાય છે ત્યાં સુધી સેંકડો રીટ્વીટ આવી ચુક્યા છે અને લોકો કમેન્ટ દ્વારા પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
Finally got the job offer. Now confused what to do. pic.twitter.com/zTm79pbVZg
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 11, 2022
Same to you 🤷🏻♂️Praveen Ji 🤔 pic.twitter.com/p9Y4Z7FhDO
— Rakesh Poonia (@RakeshPoonia03) October 11, 2022
એક યુઝરે લખ્યું, ‘સર ઓછા પગારવાળા લોકોની મજાક ન ઉડાવો. તો જ્યારે એકે કહ્યું, ‘જામતારા’ વેબ સિરીઝ જુઓ, બધી મૂંઝવણ દૂર થઈ જશે. આ મુદ્દે મોટાભાગના લોકોએ આ અંગે પોતાની સંમતિ નોંધાવી હતી, જ્યારે ઘણા એવા પણ હતા જેમણે અધિકારીના ફોનની બેટરીની મજાક ઉડાવી હતી.