ટ્રેન અને JCBની ભયાનક ટક્કર, છતાં ડ્રાઈવર સુરક્ષિત બચી ગયો; વીડિયો જોઈને લોકોએ કહ્યું- આને કહેવાય સારા નસીબ

વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. વીડિયોમાં એક જેસીબી ડ્રાઈવર કોઈક રીતે વિચલિત થઈને રેલવે ટ્રેક પર આવી જાય છે. આ પછી જે પણ થાય છે તે હ્રદય હચમચાવી મુકે એવું છે.

ટ્રેન અને JCBની ભયાનક ટક્કર, છતાં ડ્રાઈવર સુરક્ષિત બચી ગયો; વીડિયો જોઈને લોકોએ કહ્યું- આને કહેવાય સારા નસીબ
Image- Instagram video
TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Feb 09, 2022 | 1:31 PM

ટ્રેન (Train) દ્વારા થતા અકસ્માતો (Train Accidents) ખૂબ જ ખતરનાક હોય છે, કારણ કે આ અકસ્માતો હૃદયદ્રાવક હોય છે. જ્યારે ટ્રેન પાટા પર વધુ ઝડપે દોડે છે, ત્યારે તે સામે આવતી દરેક વસ્તુનો નાશ કરે છે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા છે. વાસ્તવમાં વીડિયોમાં જેસીબી ડ્રાઈવરનું ધ્યાન કોઈક રીતે હટી જાય છે અને તે રેલવે ટ્રેક પર આવી જાય છે. આ પછી જે પણ થાય છે તે હ્રદયને હચમચાવી મૂકે એવું છે. નવાઈની વાત એ છે કે ટ્રેનની જોરદાર ટક્કર બાદ પણ જેસીબી ડ્રાઈવર (JCB driver) બિલકુલ સુરક્ષિત છે. આ વિડિયો જોયા પછી કેટલાક લોકોનું કહેવું છે કે આને સૌભાગ્ય કહેવાય.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક જેસીબી રેલ્વે ટ્રેક તરફ આગળ વધી રહી છે. એ જ ટ્રેક પર સામેથી એક ટ્રેન ખૂબ જ ઝડપે આવી રહી છે. પરંતુ કોઈ કારણસર જેસીબી ડ્રાઈવરને ટ્રેન પર નજર ન પડી અને તે તરત જ પાટા પર પહોંચી ગયો. આ પછી જે પણ થાય છે, તેને જોઈને લોકોના ધબકારા વધી જાય છે. જેસીબીને ટક્કર મારતાં પુરપાટ ઝડપે ટ્રેન દોડે છે. આ ટક્કર એટલી જોરદાર છે કે તમે જેસીબીને હવામાં ઉછળતા જોઈ શકો છો. અહીં સૌથી નવાઈની વાત એ છે કે આટલું બધું થયા પછી પણ જેસીબી ચાલકને કંઈ થતું નથી.

તો ચાલો, પહેલા આ વિડીયો જોઈએ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેસીબી અને ટ્રેનની ટક્કર બાદ પણ જેસીબીનો ડ્રાઈવર સુરક્ષિત છે. આટલું જ નહીં જોરદાર ટક્કર માર્યા બાદ જેસીબી ચલાવતા તે ત્યાંથી નીકળી જાય છે. આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ આ વિડિયો ખરેખર હૃદયને હચમચાવી નાખે તેવો છે.

આ આઘાતજનક ટ્રેન અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર rassmeshi_kota નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 71 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જ્યારે સેંકડો લોકોએ આ અંગે પોતપોતાના પ્રતિભાવો આપ્યા છે.

આ પણ વાંચો: આ Viral વીડિયો જોઈ તમે પણ કહેશો ‘પુસ્તકના કવરને જોઈને તેને જજ ન કરવું’

આ પણ વાંચો: Anand: નશામાં ધૂત યુવતીએ મેલડી માતાના મંદિરમાં દારુનો છંટકાવ કર્યો, યુવતીના કારસ્તાનનો વીડિયો સામે આવ્યો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati