શ્રદ્ધાળુઓ માટે JCB-મિક્સરથી બનાવવામાં આવ્યો પ્રસાદ, આટલો મોટો ભંડારો જોઈ દંગ રહી ગયા લોકો

મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં સ્થિત દંદરૌઆ ધામની આ ઘટના છે. અહીં હાલમાં સિયપિય મિલન સમારોહ આયોજિત થયુ છે. અહીં કથાનું આયોજન થતા લાખો શ્રદ્ધાળુ આવી રહ્યા છે. તેમના માટે વિશાળ ભંડાળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

શ્રદ્ધાળુઓ માટે JCB-મિક્સરથી બનાવવામાં આવ્યો પ્રસાદ, આટલો મોટો ભંડારો જોઈ દંગ રહી ગયા લોકો
jcb bulldozer and mixer used for cooking food
Image Credit source: File photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 21, 2022 | 6:01 PM

મધ્યપ્રદેશનો ભિંડ જિલ્લો હાલમાં ભારે ચર્ચામાં છે. ગુજરાતના પડોશી રાજ્યમાં કેટલાક ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. ભિંડ જિલ્લામાં એટલો વિશાળ ભંડાળો થઈ રહ્યો છે જેમાં પ્રસાદ બનાવવા માટે જેસીબી, મિક્સર અને બુલડોઝરનો ઉપયોગ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં સ્થિત દંદરૌઆ ધામની આ ઘટના છે. અહીં હાલમાં સિયપિય મિલન સમારોહ આયોજિત થયુ છે. અહીં કથાનું આયોજન થતા લાખો શ્રદ્ધાળુ આવી રહ્યા છે. તેમના માટે વિશાળ ભંડાળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, લાખો શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા માટે 700 જેટલા રસોઈયા અને 10 હજાર સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. અહીં સવારે, બપોરે અને સાંજે એમ દિવસમાં ત્રણે સમયે ભોજનની વ્યવસ્થા કરવા માટે રસોઈયાઓની રાત દિવસની શિફ્ટ ગોઠવવામાં આવી છે. ભોજન ઝડપથી બનાવવા માટે અહીં જેસીબી મીશન અને સિમેન્ટના મિક્સરનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વિશાળ ભંડાળાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ ફક્ત ભારતમાં જ થઈ શકે છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અંધભક્તોની લીલા. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવો પ્રસાદ ખાઈને લોકો બીમાર જ પડશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati