Funny Video: 90ના દાયકામાં ટીવીનો લોકપ્રિય શો મિસ્ટર બીનને આજે પણ લોકો ચાહે છે. જેમાં મિસ્ટર બીનનું પાત્ર અભિનેતા રોવાન સેબેસ્ટિયન એટકિન્સને ભજવ્યુ હતુ.આ શોનું એનિમેટેડ વર્ઝન (Animated Version) લોકોને ખુબ પસંદ આવ્યુ હતુ.
આ શો ઘણા વર્ષો પહેલા બંધ થઈ ગયો છે, પરંતુ તમને જણાવી દઈએ કે મિસ્ટર બીન હજુ પણ લોકોમાં એટલો જ લોકપ્રિય છે. ત્યારે તાજેતરમાં એક ઈટાલીયન દંપતિ ખુબ ચર્ચામાં આવ્યુ છે. મિસ્ટર બીનની (Mr.bean) હુબહૂ કોપી કરતી આ જોડીને જોઈને તમે દંગ રહી જશો.
ટિકટોક સ્ટાર્સ ફેબિયોલા બગલેરી અને આરાનાલ્ડો મંગિની આ જોડી અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ જોડી એકદમ મિસ્ટર બીન જેવી જ એક્ટિંગ કરી રહ્યા છે. આ ઈટાલીયન જોડીએ હાલ ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી છે.
જુઓ વીડિયો
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી @ fabiola.baglieri નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે આ જોડી કમાલ છે…જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ આ દંપતિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Funny Video : નવરાત્રીમાં વાંદરો પણ ડૂબ્યો ભક્તિમાં, વાંદરાની ભક્તિએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
આ પણ વાંચો : ખાખીની દરિયાદિલી : કેબલમાં ફસાયેલા પક્ષીનું ડ્રોનની મદદથી કરવામાં આવ્યું રેસક્યું, Video સોશિયલ મીડિયા પર વાયરલ