Trending video : મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા એક જાણીતા બિઝમેન છે. તેમનું જીવન ભારતીય યુવાઓ માટે પ્રેરણાદાયક છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એકટિવ રહે છે. તેઓ અવારનવાર અનોખા વીડિયો શેયર કરીને લોકોને મોટિવેટ કરતા હોય છે. હાલમાં તેમણે ટ્વિટર પર એક અનોખો વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં એક કાર જોઈ શકાય છે. આવી કાર તમે પહેલા ભાગ્યે જ જોઈ હશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થયો છે.
આ વાયરલ વીડિયોમાં તમે વ્હીલચેર જેવી કાર જોઈ શકો છો. આ કાર પર એક વ્યક્તિ સવાર છે. ખાડા હોય કે ઊંચાઈવાળા રસ્તા તે આરામથી કાર ચલાવતો દેખાય છે. આ કારની ચાલ એવી અનોખી છે કે તે એક મકોડા જેવી લાગે છે. આ કારમાં એક જ વ્યક્તિ બેસી એટલી જગ્યા છે. આ એક ઈલેક્ટ્રિક કાર છે. આ કારની ડિઝાઈનથી આનંદ મહિન્દ્રા પ્રભાવિત થયા હતા અને આ વીડિયો પોતાના એકાઉન્ટ પરથી શેયર કર્યો છે.
Interesting. A wheeled Spider. Not sure this will be a volume seller for recreational purposes alone. A potential mobility device for Defence & Paramilitary personnel? What do you think? @vijaynakra @Velu_Mahindra pic.twitter.com/vzTaeHlTja
— anand mahindra (@anandmahindra) October 11, 2022
આ જોરદાર મકોડા જેવી કારનો વીડિયો આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, ખુબ સરસ, પૈડાવાળી મકોડી. આ રક્ષા અને અર્ધસૈનિક દળ માટે ખુબ કામની વસ્તુ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થયો છે. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.