International Day of Democracy 2021 : સમગ્ર વિશ્વમાં આજે આંતરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી, શું તમે જાણો છો આ દિવસનું મહત્વ ?

લોકશાહીનો આ ધ્યેય આંતરરાષ્ટ્રીય સમુદાય, રાષ્ટ્રીય સંચાલક મંડળો, નાગરિક સમાજ અને લોકોની સંપૂર્ણ ભાગીદારી અને સમર્થન સાથે જ સાકાર થઈ શકે છે.

International Day of Democracy 2021 : સમગ્ર વિશ્વમાં આજે આંતરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી, શું તમે જાણો છો આ દિવસનું મહત્વ ?
International Day of Democracy 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 12:53 PM

International Day of Democracy 2021 : ઘણા વર્ષો પહેલા વિશ્વ લોકશાહીના આગમનને લઈને ઉત્સાહિત હતું. 1989 માં બર્લિનની દીવાલનું પતન, 1991 માં કોલ્ડવોરનો અંત અને 1994 માં દક્ષિણ આફ્રિકામાં (South Africa) રંગભેદનો અંત જેવી ઘણી ઘટનાઓનો અંત થયા બાદ સમગ્ર વિશ્વ લોકોશાહીની દિશામાં એક ડગલુ આગળ વધ્યુ. લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને જાળવવાના આ લક્ષ્યને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની (International Democracy Day) ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ લોકશાહીની વૈશ્વિક સ્થિતિનું મૂલ્યાંકન કરવાની તક આપે છે.

લોકશાહી એક પ્રક્રિયા

લોકશાહી એક પ્રક્રિયા અને લોકશાહીનો (Democracy) આ ધ્યેય આંતરરાષ્ટ્રીય સમુદાય, રાષ્ટ્રીય સંચાલક મંડળો, નાગરિક સમાજ અને લોકોની સંપૂર્ણ ભાગીદારી અને સમર્થન સાથે જ સાકાર થઈ શકે છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

લોકશાહીના મહત્વના ઘટકો

સ્વતંત્રતા અને માનવાધિકારના સિદ્ધાંતો, સાર્વત્રિક મતાધિકાર દ્વારા સમયાંતરે ચૂંટણી યોજવી એ લોકશાહીના મહત્વના ઘટકો છે. પરિણામે માનવ અધિકારોની જાળવણી અને લોકશાહીનું અસરકારક અમલીકરણ મહત્વનું સાબિત થઈ શકે છે.

તેની સ્થાપના 2007 માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (United Nations General Assembly) દ્વારા મંજૂર કરાયેલા ઠરાવ દ્વારા આ દિવસની ઉજવણી કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ. જેમાં દેશોને લોકશાહી વધારવા અને એકીકૃત કરવા વિનંતી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનો ઉદ્દેશ લોકોને લોકશાહીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો અને લોકોના અધિકારોની રક્ષા માટે સરકારોને વિનંતી કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનું મહત્વ

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ સમગ્ર વિશ્વમાં લોકશાહીની સ્થિતિનું મૂલ્યાંકન કરવાની તક પૂરી પાડે છે. દર વર્ષે લોકશાહીના દિવસે એક અલગ વિષય પ્રકાશિત થાય છે. અગાઉના વિષયોમાં મજબૂત લોકશાહી, ટકાઉ વિકાસ માટે 2030 ના એજન્ડા (Agenda) માટે લોકશાહીની સુસંગતતા, લોક ભાગીદારીમાં વધારો, જવાબદારી અને રાજકીય સહિષ્ણુતાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ભારતમાં સિંગલ ડોઝની વેક્સીન માટે આશાનું કિરણ, સ્પુટનિક લાઈટના ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે મંજૂરી

આ પણ વાંચો: Engineers Day 2021 : ટેકનોલોજીના વિકાસનો દિવસ છે, આ દિવસનો ઇતિહાસ અને મહત્વ જાણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">