સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં કેટલાક વીડિયો ફની હોય છે તો કેટલાક વીડિયો ઈમોશનલ હોય છે. જેને જોઈને લોકો ભાવુક થઈ જાય છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાકી ઘરના ધાબા પર ડાન્સ કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : Viral Video: Bangladeshi Bucketની વીડિયો જાહેરાત થઈ વાયરલ, હસી હસીને લોટપોટ થયા યુઝર્સ
આ વાયરલ વીડિયોમાં કાકા અને કાકી બંને ધાબા પર જોરદાર ડાન્સ કરી રહ્યાં છે. તે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનું બોલિવૂડ ગીત ‘અબ હૈ નીંદ કિસે…અબ હૈ ચૈન કહાં’ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે, જેના પર કાકા અને કાકી ટેરેસ પર આનંદથી ડાન્સ કરી રહ્યા છે. તેમના નૃત્ય શૈલી અને અભિવ્યક્તિ ખૂબ જ અનોખી છે. આ બંને બોલિવૂડના ગીતો પર એકસાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન વીડિયોમાં તમે પણ જોઈ શકો છો કે તેમના પડોશીઓ પણ પોતપોતાના ટેરેસ પરથી કાકા-કાકીના ડાન્સની મજા માણી રહ્યા છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોયું કે કાકા અને કાકી બંને ખુશીથી પોતપોતાની ધૂન પર ડાન્સ કરી રહ્યા છે. યુઝર્સ આ ડાન્સ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે અને અંકલ આન્ટીના ડાન્સની મજા લઈ રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ram4444mojistar અને ramprakash2572ની આઈડી પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. તેના રસપ્રદ ડાન્સને કારણે આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.