Instagram Reel : વાંદરાની મોજ ! ત્રણ આળસુ વાંદરા ન્હાયા પછી પૂલમાં જ સૂઈ ગયા ! જુઓ Video

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Pinak Shukla

Updated on: Jan 25, 2023 | 8:04 AM

પાણીમાં આરામ કરતા આ વાંદરાઓના વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રીલ સાથે આપવામાં આવેલ કેપ્શનમાં લખ્યું છે, "બાથ ટાઇમ". વાંદરાઓના ન્હાવાના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Instagram Reel : વાંદરાની મોજ ! ત્રણ આળસુ વાંદરા ન્હાયા પછી પૂલમાં જ સૂઈ ગયા ! જુઓ Video
Instagram Reel Vandrani Moj Three lazy monkeys took a bath and then slept in the pool watch video

આપણો મૂડ ખરાબ હોય ત્યારે આપણે સોશિયલ મીડિયા પર સમય પસાર કરતા હોઈએ છીએ અને આ માધ્યમ પર અનેક વિડિયો કે સામગ્રી એવી મળી જાય છે કે તમારૂ મન પ્રફુલ્લિત થઈ જાય છે.  અત્યારે સોશિયલ મીડિયા પર પણ એક વીડિયો એવો જ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ત્રણ વાંદરાઓ જોવા મળે છે.  આ વાંદરા ન્હાયા પછી પાણીમાં આરામ કરવા લાગે છે અને નિદ્રા લેવાનું શરૂ કરે છે. સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય છે તે કોઈને ખબર નથી હોતી. સોશિયલ મીડિયાના યુઝર્સ પ્રાણીઓના વીડિયો જોવાનું પણ પસંદ કરે છે.

આ પણ વાંચો : Viral Video: દરિયાકિનારે પહોંચી સૂમો પહેલવાને કર્યો ડાન્સ, હસી હસીને લોટપોટ થયા યુઝર્સ

પૂલમા આરામ કરતા ત્રણ વાંદરાઓનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને 60 લાખ વખત જોવામાં આવ્યો છે. પુલમાં સ્નાન કર્યા બાદ આ ત્રણેય વાંદરાઓ તેમાંથી બહાર આવવાનું નામ લેતા નથી અને એકદમ પુલ કિનારે આરામ કરતા જોવા મળે છે. વીડિયો જોઈને સ્પષ્ટપણે ખબર પડી જાય છે કે આ ત્રણેય પાણીની અંદર કેટલી મસ્તી કરી રહ્યા છે, કદાચ એટલી બધી મજા આવી ગઈ કે નહાયા પછી પણ બહાર આવવાનું મન ન થયું અને ત્રણેય પાણીની અંદર જ સૂઈ ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્રણેય વાંદરાઓ પાણીમાં શાંતિથી બેઠા છે અને જમીન પર ઝૂકીને નિદ્રા લે છે.

View this post on Instagram

A post shared by @adorable.monkey

આ ક્યૂટ વીડિયો વાયરલ થયો છે

પાણીમાં આરામ કરતા આ વાંદરાઓના વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રીલ સાથે આપવામાં આવેલ કેપ્શનમાં લખ્યું છે, “બાથ ટાઇમ”. વાંદરાઓના નહાવાના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ જ કારણ છે કે આટલા ઓછા સમયમાં આ વીડિયોને 60 લાખથી વધુ લોકોએ જોયો છે. તેમ જ યુઝર્સે વીડિયોમા અવનવી કોમેન્ટ લખી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati